
T20 ક્રિકેટની શરૂઆત થઈ ત્યારથી આ ફોર્મેટમાં ઘણા દિગ્ગજ બેટ્સમેનોની પ્રતિભા જોવા મળી છે, જેમણે પોતાની રમતથી દિલ જીતી લીધા છે. આમાં એવા ભારતીય ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે જેમણે પોતાની બેટિંગથી આ ફોર્મેટ પર પ્રભુત્વ મેળવ્યું છે. T20 ક્રિકેટમાં સદી ફટકારવીએ કોઈપણ બેટ્સમેન માટે મોટી સિદ્ધિ માનવામાં આવે છે, કારણ કે આ ફોર્મેટમાં ઓછો સમય લાગે છે અને ઝડપી રન બનાવવાની જરૂર પડે છે. ભારતીય ખેલાડીઓમાં અભિષેક શર્મા અને વિરાટ કોહલી સૌથી વધુ T20 સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. તેમને T20 ક્રિકેટમાં અસંખ્ય શાનદાર સદીઓ ફટકારી છે અને આ ફોર્મેટમાં સૌથી સફળ બેટ્સમેનોમાંના એક માનવામાં આવે છે. તેમની બેટિંગ તાકાત ઈનિંગનું સંચાલન કરતી વખતે મોટા શોટ રમવાની તેની ક્ષમતા છે. અભિષેક શર્મા અને વિરાટ કોહલી સિવાય સંજુ સેમસન T20 ક્રિકેટમાં ઝડપી સદીઓ ફટકારવા માટે પણ જાણીતા છે. તેની બેટિંગ સ્ટાઈલ તેને ખાસ બનાવે છે. કેએલ રાહુલ અને રોહિત શર્મા જેવા ખેલાડીઓએ પણ આ ફોર્મેટમાં સદીઓ ફટકારી છે અને ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. T20 ક્રિકેટની વાત કરીએ તો વિરાટ કોહલી, રોહિત શર્મા અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓએ અસંખ્ય સદીઓ ફટકારી છે. આ ખેલાડીઓએ તેમની શાનદાર બેટિંગથી ભારતને ગૌરવ અપાવ્યું છે અને T20 ક્રિકેટમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. તેથી તમને T20 ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય ખેલાડીઓ વિશે જણાવી દઈએ.

અભિષેક શર્માને T20માં ડેબ્યૂ કર્યા પછી જ આક્રમક બેટ્સમેન માનવામાં આવતો હતો, પરંતુ તેના કરિયરની શરૂઆતમાં તેને મિડલ ઓર્ડરમાં બેટિંગ સોંપવામાં આવી હતી. બાદમાં જ્યારે તેને ઈનિંગ ખોલવાની તક આપવામાં આવી, ત્યારે તેને પોતાની પ્રતિભાથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. અત્યાર સુધીમાં અભિષેક શર્માએ 190 T20 મેચ રમી છે, જેમાં 33.52 ની એવરેજથી 5,666 રન બનાવ્યા છે અને 9 સદી ફટકારી છે.

વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાંના એક ગણાતા વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટમાં બેસ્ટ પ્રદર્શન કર્યું છે. તેને 423 T20 મેચ રમી છે, જેમાં તેને 42.18 ની એવરેજથી 13,922 રન બનાવ્યા છે. તેને આ ફોર્મેટમાં 9 સદી પણ ફટકારી છે.

કેએલ રાહુલને T20 ક્રિકેટમાં ભલે ખતરનાક બેટ્સમેન ન માનવામાં આવે, પરંતુ આ ફોર્મેટમાં તેનો રેકોર્ડ અત્યાર સુધી ઘણો પ્રભાવશાળી રહ્યો છે. રાહુલે અત્યાર સુધીમાં 248 T20 મેચ રમી છે, જેમાં તેને 43ની એવરેજથી 8558 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન રાહુલે 8 સદી ફટકારી છે.

વર્તમાન યુગના બેસ્ટ વિકેટકીપર-બેટ્સમેનોમાંના એક ગણાતા સંજુ સેમસનનો T20 ક્રિકેટમાં પણ મજબૂત રેકોર્ડ છે. તેને કુલ 339 T20 મેચ રમી છે, જેમાં 30.79ની એવરેજથી 8715 રન બનાવ્યા છે. આ સમય દરમિયાન સંજુ સેમસને 8 સદી પણ ફટકારી છે.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને વિશ્વ ક્રિકેટના મહાન ઓપનિંગ બેટ્સમેનોમાંના એક ગણાતા રોહિત શર્માને T20 ક્રિકેટના સૌથી ખતરનાક બેટ્સમેનોમાંના એક માનવામાં આવે છે. રોહિત શર્માએ T20 ફોર્મેટમાં કુલ 467 મેચ રમી છે, જેમાં 30.96ની એવરેજથી 12,385 રન બનાવ્યા છે. રોહિત શર્માએ T20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં 8 સદી ફટકારી છે.