સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2026 માટે તેમની ટીમમાં એક નવો ખેલાડી ઉમેર્યો છે. આ ખેલાડી આરએસ એમ્બ્રીસ છે,જે શિવમ માવીના સ્થાને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં જોડાયો છે.આરએસ એમ્બ્રીસ એક ઓલરાઉન્ડર,જમણા હાથનો મધ્યમ ઝડપી બોલર અને ડાબોડી બેટ્સમેન છે.આરએસ એમ્બ્રીસ અંડર-19 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો.તેણે અંડર-19 વર્લ્ડ કપમાં પોતાની બોલિંગથી લોકોના દિલ જીતી લીધા હતા.આ ખેલાડીએ 7 મેચમાં 11 વિકેટ લીધી હતી. તે જ વર્લ્ડ કપની ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડ સામે 175 રન બનાવીને ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી.
આરએસ એમ્બ્રીસને તક મળે છે
આરએસ એમ્બ્રીસ તમિલનાડુનો રહેવાસી છે. તેણે ગયા વર્ષે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તેણે ફક્ત બે ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં 43 રન બનાવ્યા છે અને 2 વિકેટ લીધી છે. રસપ્રદ વાત એ છે કે એમ્બ્રીસે હજુ સુધી કોઈ ટી20 મેચ રમી નથી. જો તેને આઈપીએલમાં તક મળે છે, તો તે તેની ડેબ્યૂ ટી20 મેચ હશે. શિવમ માવી ઈજાગ્રસ્ત થયા બાદ આરએસ એમ્બ્રીસ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમમાં જોડાયા છે.તેમને જંઘામૂળમાં ઈજા થઈ હતી. એમ્બ્રીસે તેમની જગ્યાએ ₹30 લાખના બેઝ પ્રાઈસ પર ટીમમાં સ્થાન મેળવ્યું છે.












