બીસીસીઆઈની કડક ચેતવણી બાદ આઈપીએલ ટીમોએ તેમના ખેલાડીઓ પરના નિયંત્રણો કડક બનાવવાનું શરૂ કરી દીધું છે.પંજાબ કિંગ્સે અર્શદીપ સિંહને વ્લોગિંગ કરવા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે.અર્શદીપ સિંહ ઘણીવાર મેચ પછી ટીમના ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળે છે.તે એરપોર્ટ હોટલ અને વિમાનોમાં પણ વીડિયો ફિલ્માવતો હોય છે.તાજેતરમાં પંજાબ કિંગ્સના આ ખેલાડીએ એક વીડિયો બનાવ્યો હતો જેમાં યુઝવેન્દ્ર ચહલ વેપિંગ કરતા જોવા મળ્યા હતા.આ વીડિયોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
દિલ્હી કેપિટલ્સે પણ કડક નિર્ણય લીધો
દિલ્હી કેપિટલ્સે ખેલાડીઓના પરિવારના સભ્યો અને સપોર્ટ સ્ટાફને વીડિયો પોસ્ટ કરવાની પણ મનાઈ ફરમાવી છે. બીસીસીઆઈએ હની ટ્રેપના જોખમને કારણે આઈપીએલમાં ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ સભ્યો અને ટીમ અધિકારીઓના હોટલ રૂમમાં અજાણ્યા લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એક ખેલાડીની ગર્લફ્રેન્ડે બે વાર ટીમના સમાચાર લીક કર્યા હતા.જોકે,સંદેશ ન્યૂઝ આ સમાચારની પુષ્ટિ કરતું નથી.













