IPL 2026ની ફાઇનલ બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે નહીં.સામાન્ય રીતે IPL ફાઇનલ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે.જોકે આ વખતે એવું નહીં થાય.IPL 2026ની ફાઇનલ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.IPL 2026ના પ્લેઓફ માટેના સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે,જે દર્શાવે છે કે મેચો અમદાવાદ સહિત ત્રણ શહેરોમાં રમાશે
IPL 2026ના ફાઇનલનું સ્થળ કેમ બદલાયું આવ્યું?
IPL 2026 ના ફાઇનલ સ્થળ બદલવાના BCCI ના નિર્ણય પાછળ 'MLA' વિવાદને કારણભૂત ગણાવવામાં આવી રહ્યો છે. સુરક્ષા ચિંતાઓ અને રાજકીય તણાવને કારણે તે વિવાદે બોર્ડની ચિંતાઓમાં વધારો કર્યો હતો. પરિણામે, BCCI એ કોઈપણ જોખમ લીધા વિના ફાઇનલનું સ્થળ બદલવાનો નિર્ણય લીધો.
MLA વિવાદ શું છે?
IPL 2026 ની શરૂઆતની મેચ પહેલા MLA વિવાદ શરૂ થયો હતો. જનપ્રતિનિધિઓ VIP છે અને તેમને લાઇનમાં રાહ જોવી ન જોઈએ તેવો દાવો કરીને, MLA માટે પાંચ ટિકિટની માંગ કરવામાં આવી હતી. આ પછી, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે જાહેરાત કરી કે RCB મેચો માટે ધારાસભ્યો અને સાંસદોને ત્રણ-ત્રણ ટિકિટ આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીના આ નિવેદને ભારે ચર્ચા જગાવી. ટિકિટના દુરુપયોગના આરોપો ઉભા થયા, જેને કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે પાયાવિહોણા ગણાવ્યા, અને કહ્યું કે જ્યારે ટિકિટ ઓનલાઈન બુક કરવામાં આવે છે, ત્યારે દુરુપયોગનો કોઈ પ્રશ્ન જ નથી. જોકે, આ વિવાદનો કોઈ અંત ન આવતા,BCCI એ IPL 2026 ની ફાઇનલ ત્યાં ન યોજવાનો નિર્ણય લીધો.
ક્વોલિફાયર અને એલિમિનેટર ક્યાં રમાશે?
IPL 2026 ક્વોલિફાયર અને એલિમિનેટર મેચો દેશના બે શહેરોમાં રમાશે. ક્વોલિફાયર 1 ધર્મશાલામાં યોજાશે, જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર 2 ન્યૂ ચંદીગઢમાં રમાશે.