IPL 2026 સીઝનની બીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટે મેચ જીતી હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા KKRએ શાનદાર પ્રદર્શન કર્યું, નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 220 રનનો સ્કોર બનાવ્યો. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ સૌથી વધુ 67 રન બનાવ્યા, જ્યારે અંગક્રિશ રઘુવંશીએ 29 બોલમાં શાનદાર 51 રન બનાવ્યા. ફિન એલને પણ 37 અને રિંકુ સિંહે અણનમ 33 રન બનાવ્યા. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી શાર્દુલ ઠાકુરે પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા, 3 વિકેટ લીધી જ્યારે હાર્દિક પંડ્યાએ પણ 1 વિકેટ લીધી. મુંબઈ ઈન્ડિયન્સે ટાર્ગેટનો પીછો કરવા માટે રોહિત શર્મા અને રિયાન રિકલ્ટન મેદાનમાં ઉતર્યા. તેમને ટીમને એક મજબૂત શરૂઆત આપી જેને મેચને સંપૂર્ણપણે એકતરફી બનાવી દીધી. રોહિત અને રિકલ્ટને પહેલી વિકેટ માટે 148 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી, જે IPL ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ત્રીજી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશીપ છે. રોહિત શર્મા 38 બોલમાં 78 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો, જ્યારે રિયાન રિકલ્ટન 81 રન બનાવ્યા. મુંબઈ ઈન્ડિયન્સે 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કર્યો. KKR તરફથી વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને સુનીલ નારાયણે 1-1 વિકેટ લીધી.

Prize Money : ક્રિકેટ વર્લ્ડ કપ કે ફીફા વર્લ્ડ કપ, કયા ટૂર્નામેન્ટમાં મળે છે સૌથી વધુ પ્રાઇઝ મની?









