MS Dhoni એ અત્યાર સુધી ઈન્જરીના કારણે આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે એક પણ મેચ રમી નથી. ટીમે 12 લીગ મેચો રમી લીધી છે. હવે CSK એ અંતિમ 2 મેચ હૈદરાબાદ અને ગુજરાત સામે રમવાની છે. જો કે, આ પહેલા ધોની નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (NSG)ના રીઝનલ હબ પહોંચ્યો, જ્યાં તેણે શૂટિંગમાં ભાગ લીધો હતો.આનાથી એક સવાલ તો ચોક્કસ ઊભો થાય છે કે, શું CSK ફેન્સને પાગલ બનાવી રહી છે?

MS Dhoniએ રાઈફલ ચલાવી 

વાસ્તવમાં ચેન્નાઈએ 28 માર્ચે ધોનીને લઈને એક અપડેટ શેર કરતા જણાવ્યું હતું કે, કાફ ઇન્જરીના કારણે તે શરૂઆતના 2 અઠવાડિયા સુધી બહાર રહી શકે છે. હવે ધીમે-ધીમે 2 મહિના થવા આવ્યા છે અને ધોનીની વાપસીને લઈને કોઈ અપડેટ નથી. એવામાં જો ધોની અનફિટ છે, તો પછી તે એનએસજીના રીઝનલ હબમાં બિલકુલ યોગ્ય રીતે રાઈફલ સાથે શૂટિંગ કરતા કેવી રીતે જોવા મળી રહ્યો છે? આ પ્રકારના ઘણા સવાલો હવે ઊભા થઈ રહ્યા છે.

ધોનીએ કમાન્ડોને પૂછ્યું પોતાની ફિટનેસ વિશે

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ધોની પોતાની ફિટનેસ વિશે એનએસજી (NSG) કમાન્ડોને પૂછતો નજરે પડ્યો છે. વીડિયોમાં ધોની કમાન્ડોને પૂછે છે કે, ‘હું ફિટ લાગી રહ્યો છું?’

ધોનીએ ચલાવી રાઈફલ

સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ધોની શૂટિંગ કરતા જોવા મળી રહ્યો છે. આ જોઈને ક્યાંયથી પણ એવું લાગતું નથી કે, ધોનીને ફિટનેસની કોઈ પણ પ્રકારની સમસ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ તરફથી ખુદ ધોનીને લઈને ઘણા વીડિયો શેર કરવામાં આવી ચૂક્યા છે, જેમાં તે બેટિંગ, કીપિંગ અને બોલિંગ કરતા પણ જોવા મળ્યો છે.

શું CSKએ ફેન્સને પાગલ બનાવ્યા?

હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે,શું ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીને લઈને ફેન્સને પાગલ બનાવ્યા અને માત્ર તેની વાપસીની આશા જ આપી? ધીમે-ધીમે આ સીઝન અંત તરફ વધી રહી છે પરંતુ ફ્રેન્ચાઈઝીએ ધોનીને લઈને બીજું કોઈ અપડેટ આપ્યું નથી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, ચેન્નાઈ ધોનીને લઈને શું અપડેટ આપે છે? બીજી તરફ એ જોવું પણ મહત્વનું રહેશે કે,ધોની છેલ્લી 2 લીગ મેચમાં રમતા જોવા મળશે કે નહીં?

આ પણ વાંચો - CSK vs SRH મેચ બાદ આ 3 ટીમ પ્લેઓફ માટે થઈ જશે ફાઇનલ! જાણો સમીકરણ