રાજસ્થાન રોયલ્સે ઇકાના સ્ટેડિયમ પર રમાયેલી IPL 2026ની 32મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 40 રનથી હરાવ્યું. આ જીતની સાથે જ પોઈન્ટ્સ ટેબલનું ચિત્ર પણ બદલાઈ ગયું છે. રાજસ્થાનની ટીમે લખનૌને હરાવીને પોતાનું તો ભલું કર્યું જ, પરંતુ સાથે સાથે કેટલીક ટીમોને નુકસાન પણ કરાવ્યું છે. આ નુકસાન એવું છે કે હવે MI vs CSK મેચનું પરિણામ પણ તેમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં. એટલે કે, મુંબઈ જીતે કે ચેન્નાઈ... પોઈન્ટ્સ ટેબલના ટોપ-4ની સ્થિતિ હાલમાં બદલાવાની નથી. ત્યાં રાજસ્થાન રોયલ્સના કારણે જે ફેરફારો થયા છે, તે જ જળવાઈ રહેશે.


રાજસ્થાન રોયલ્સનો લાંબી છલાંગ!

હવે સવાલ એ છે કે IPL 2026ના પોઈન્ટ્સ ટેબલમાં શું ફેરફારો થયા છે? તે ફેરફારોના તાર બે ટીમોને થયેલા નુકસાન સાથે જોડાયેલા છે, જેમને લખનૌ પર રાજસ્થાનની જીત બાદ નીચે ખસવું પડ્યું છે. રાજસ્થાનની ટીમ LSG સામેની મેચ પહેલા પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને હતી. પરંતુ, લખનૌ સામેની જીત બાદ 7 મેચમાં 5 જીત અને 2 હાર સાથે તેના 10 પોઈન્ટ્સ થઈ ગયા અને તેણે બે સ્થાનનો કૂદકો લગાવ્યો. પરિણામે તેણે ચોથા સ્થાનેથી બીજા સ્થાન પર કબજો જમાવી લીધો છે. પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાન 6 મેચમાં 11 પોઈન્ટ્સ સાથે પંજાબ કિંગ્સ પાસે છે.

રાજસ્થાનની જીતથી કઈ ટીમોને નુકસાન થયું?

રાજસ્થાન રોયલ્સે નંબર 2 પર પહોંચવા માટે જે ટીમોને પછાડી, તેમાં એક RCB છે અને બીજી સનરાઈઝર્સ હૈદરાબાદ. LSG vs RR મેચ પછી પોઈન્ટ્સ ટેબલમાં RCB બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને આવી ગયું છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદને પણ એક સ્થાન નીચે ખસવું પડ્યું છે. પોઈન્ટ્સ ટેબલમાં તે હવે ત્રીજા સ્થાનેથી ચોથા સ્થાને આવી ગઈ છે. RCB અને SRH બંનેના 8-8 પોઈન્ટ્સ છે, પરંતુ RCBએ એક મેચ ઓછી રમીને અને વધુ સારા રન રેટ સાથે 8 પોઈન્ટ્સ મેળવ્યા હોવાથી તે હૈદરાબાદ કરતા ઉપર છે.

MI vs CSK મેચ પછી પણ ટોપ-4માં કોઈ ફરક નહીં પડે

LSG vs RR મેચ પછી IPL 2026ના પોઈન્ટ્સ ટેબલની ટોપ-4 ટીમોની સ્થિતિ તમે જોઈ લીધી. મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી IPL 2026ની 33મી મેચ પછી પણ આમાં કોઈ ફેરફાર થવાનો નથી. કારણ કે, આ બંને ટીમોમાંથી જે કોઈ પણ જીતે, તેઓ એકબીજાથી આગળ નીકળી શકે છે, પરંતુ ટોપ-4ના સમીકરણો પર કોઈ અસર કરી શકશે નહીં.

રન રેટે બદલી IPL પોઈન્ટ્સ સ્થિતિ

મુંબઈ ઇન્ડિયન્સ હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં 7મા નંબરે છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ 8મા સ્થાને છે. બંનેએ અત્યાર સુધી રમાયેલી 6-6 મેચોમાં 4-4 પોઈન્ટ્સ મેળવ્યા છે. બસ તેમની વચ્ચે રન રેટનો તફાવત છે, જેના કારણે પોઈન્ટ્સ ટેબલમાં ઉપર-નીચે છે. દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સની પણ પોઈન્ટ્સ ટેબલમાં આવી જ વાર્તા છે. દિલ્હી 5મા તો ગુજરાત 6ઠ્ઠા નંબરે છે. 6-6 મેચ રમાયા પછી બંનેના 6-6 પોઈન્ટ્સ છે, પણ રન રેટના તફાવતે તેમને ઉપર-નીચે રાખ્યા છે. IPL 2026ની સૌથી પછાત ટીમ હાલમાં KKR છે, જે 10 ટીમોના પોઈન્ટ્સ ટેબલમાં 10મા નંબરે છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ સામેની હાર બાદ લખનૌ સુપર જાયન્ટ્સ પણ 9મા નંબરે ખસી ગઈ છે.

આ પણ વાંચો- Jethalalના ફેન્સ માટે માઠા સમાચાર! શું Dilip Joshi એ છોડ્યો તારક મહેતા શો?


  • Follow us on: