RCB સ્ટાર ખેલાડી ફિલ સોલ્ટ ઘરે પરત ફર્યો છે. તેના વાપસીનું કારણ તેની ઈજા સાથે જોડાયેલું છે.રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ક્યારેય સત્તાવાર રીતે સોલ્ટની ઈજા કેટલી ગંભીર છે તે જણાવ્યું નથી, મીડિયા રિપોર્ટ અનુસાર સોલ્ટને આંગળીમાં ઈજા છે.સોલ્ટ તેની આંગળીના સ્કેન માટે ઈંગ્લેન્ડ પાછો ફર્યો છે.આનો અર્થ એ છે કે તે આગામી કેટલીક મેચોમાં RCB વતી રમતા જોવા મળશે નહીં.ફિલ સોલ્ટ ઈજાને કારણે છેલ્લી ત્રણ મેચોથી ટીમની બહાર છે.


ફિલ સોલ્ટને કેવી રીતે ઈજાગ્રસ્ત થયો?

મીડિયા રિપોર્ટ અનુસાર,ફિલ સોલ્ટને ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ છે.18 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામેની મેચની છઠ્ઠી ઓવર દરમિયાન બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે તેને આ ઈજા થઈ હતી.બોલ રોકવા માટે ડાઇવ કરતી વખતે તેને આંગળીમાં ઈજા થઈ હતી.હવે જ્યારે તેના ઘરે પાછા ફરવાના સમાચાર છે,તો તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં જેકબ બેથેલ પણ વિરાટ કોહલી સાથે ઓપનિંગ કરતો જોવા મળશે.

ફિલ સોલ્ટ ઈંગ્લેન્ડથી ક્યારે પરત ફરશે?

ફિલ સોલ્ટ ઈસીબી સાથે સેન્ટ્રલી કોન્ટ્રાક્ટેડ ખેલાડી છે અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ મેનેજમેન્ટની વિનંતી પર ઘરે પરત ફર્યા છે, જ્યાં તેમની આંગળીઓનું સ્કેનિંગ કરવામાં આવશે. ફિલ સોલ્ટ અને આરસીબી બંને તેમની આંગળીની ઈજામાંથી ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખી રહ્યા છે. ફિલ સોલ્ટ શાનદાર ફોર્મમાં હતો, તેણે ઈજા પહેલા આઈપીએલ 2026 માં છ મેચમાં 202 રન બનાવ્યા હતા.સોલ્ટ આ મહિનાના અંત સુધીમાં ભારત પરત ફરે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો -IPL 2026ની લોકપ્રિયતામાં મોટું ગાબડું, જાણો કેમ ઘટી રહી છે TRP અને શું છે કારણ?



  • Follow us on: