IPLમાં બે મેચ રમાશે.દિવસની બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સતેમના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે ટકરાશે.આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ સિઝનમાં લખનૌ અને કોલકાતા વચ્ચે બીજી વખત મુકાબલો થશે. 3 એપ્રિલે કોલકાતામાં રમાયેલી મેચમાં LSG એ KKR ને 3 વિકેટથી હરાવ્યું. બંને ટીમો પોઈન્ટ ટેબલમાં તળિયે છે લખનૌએ 7 માંથી 2 મેચ જીતી છે અને તે 9મા ક્રમે છે. બીજી તરફ, કોલકાતાએ અત્યાર સુધી 7 માંથી ફક્ત એક જ મેચ જીતી છે.
લખનૌ 7 માંથી 5 મેચ જીતીને સર્વોચ્ચ સ્થાન ધરાવે છે
બંને ટીમો વચ્ચે લખનૌનો હાથ ઉપર હોય તેવું લાગે છે. અત્યાર સુધી રમાયેલી કુલ 7 મેચમાંથી, લખનૌએ 5 જીતી છે, જ્યારે કોલકાતાએ ફક્ત 2 જીતી છે.
અંગક્રિશ અને કાર્તિક ત્યાગી KKR ની તાકાત
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશી ફોર્મમાં છે. તેણે 7 મેચમાં 142.85 ના સ્ટ્રાઈક રેટથી 200 રન બનાવ્યા છે, જેમાં 2 અર્ધશતકનો સમાવેશ થાય છે. બોલિંગ વિભાગમાં, કાર્તિક ત્યાગીએ 7 મેચમાં 8 વિકેટ લીધી છે.લખનૌના એકાના સ્ટેડિયમની પીચ સ્પિનરોને અનુકૂળ રહેવાની અપેક્ષા છે. અત્યાર સુધીમાં અહીં કુલ 25 IPL મેચ રમાઈ છે. પહેલા બેટિંગ કરતી ટીમોએ 10 મેચ જીતી છે, અને પીછો કરતી ટીમોએ 14 મેચ જીતી છે. એક મેચ ડ્રો પણ થઈ છે.અહીં સૌથી વધુ IPL સ્કોર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નો છે, જેણે 2024 માં લખનૌ સામે 235/6 બનાવ્યા હતા. દરમિયાન, સૌથી ઓછો સ્કોર લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) નો છે, જે 2023 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે માત્ર 108 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો.
બંને ટીમો માટે સંભવિત પ્લેઇંગ XI
લખનૌ સુપર જાયન્ટ્સ: મિશેલ માર્શ, આયુષ બડોની, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), એડન માર્કરામ, નિકોલસ પૂરન, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, મોહસીન ખાન, પ્રિન્સ યાદવ, દિગ્વેશ રાઠી, મયંક યાદવ અને હિંમત સિંહ.
કોલકાતા નાઈટ રાઈડર્સઃ ટિમ સેફર્ટ, સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરોન ગ્રીન, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, રોવમેન પોવેલ, અનુકુલ રોય, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને વરુણ ચક્રવર્તી.
આ પણ વાંચો - IPL 2026 : ચેન્નાઈમાં CSK vs GT વચ્ચે આજે ટક્કર,કોણ મારશે બાજી?