IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. દરમિયાન IPL મેચની ટિકિટ માટેની પડાપડી પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. આ ઉત્સાહ વચ્ચે BCCIએ ફેનસ માટે એક મોટી ભેટ આપી છે. દર વર્ષની જેમ બોર્ડે ફરી એકવાર ચાહકો માટે 'ફેન પાર્ક'ની વ્યવસ્થા કરી છે, જ્યાં તમે વિશાળ સ્ક્રીન પર લાઇવ મેચ સંપૂર્ણપણે મફતમાં જોઈ શકો છો.
BCCIએ IPL 2026 ફેન પાર્કની જાહેરાત કરી
BCCIએ IPL 2026 સીઝનના પ્રથમ તબક્કા માટે ફેન પાર્કની જાહેરાત કરી છે. દરેક સીઝનમાં BCCI IPL ઉત્સાહીઓ માટે ફેન પાર્કનું આયોજન કરે છે, જેનાથી ક્રિકેટ ચાહકો કોઈપણ ખર્ચ વિના મોટી LED સ્ક્રીન પર લાઇવ મેચનો આનંદ માણી શકે છે. જો તમે તમારા મિત્રો અને પરિવાર સાથે ખુલ્લા વાતાવરણમાં ક્રિકેટનો રોમાંચ અનુભવવા માંગતા હો, તો IPL ફેન પાર્ક એક બેસ્ટ સ્થળ છે. લાઇવ મેચ ટેલિકાસ્ટ ઉપરાંત આ સ્થળોએ ફેમિલી ઝોન, કિડ્સ ઝોન, ફૂડ અને બેવરેજ સ્ટોલ એક્સપિરિયન્સ ઝોનનો સમાવેશ થાય છે.













