ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ક્રિકેટને પણ નુકસાન થઈ રહ્યું છે. તાજેતરમાં ઈંગ્લેન્ડ લાયન્સ અને પાકિસ્તાન શાહીન વચ્ચેની ODI સિરીઝ રદ્દ કરવામાં આવી હતી. યુદ્ધને કારણે મિડલ ઈસ્ટના ઘણા દેશોએ તેમના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે.
પરિણામે T20 વર્લ્ડકપમાંથી બહાર થયેલી કેટલીક ટીમો તાત્કાલિક સ્વદેશ પરત ફરી શકતી નથી અને તેમને ભારતમાં રહેવાની ફરજ પડી છે. IPL 2026 માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થવાની છે. હવે વિરાટ કોહલીના એક વાયરલ ફોટાએ IPLમાં ભાગ લેવાની તેની શક્યતાઓ પર સવાલો ઉભા કર્યા છે.
IPL નહીં રમી શકે વિરાટ કોહલી?
આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં તેના પરિવાર સાથે લંડનમાં છે. તાજેતરમાં એક ફોટો સામે આવ્યો છે જેમાં કોહલી તેના પુત્ર સાથે લંડનની શેરીઓમાં ફરતો જોવા મળે છે. વિરાટ કોહલી હાલમાં લંડનમાં રહે છે અને ક્રિકેટ રમવા માટે ભારતનો પ્રવાસ કરે છે. લંડનથી દુબઈની ફ્લાઈટ્સ હાલમાં સ્થગિત છે અને મોટાભાગની મુસાફરી આ રૂટ દ્વારા થાય છે.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે દુબઈ એરપોર્ટ બંધ છે, અને પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. એવું લાગતું નથી કે આ યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે. પરિણામે IPL રમવા માટે વિરાટ કોહલીનો ભારત પ્રવાસ અત્યંત મુશ્કેલ લાગે છે. જો માર્ચના છેલ્લા અઠવાડિયા પહેલા એરસ્પેસ ફરી ખુલશે નહીં, તો વિરાટ કોહલી શરૂઆતની IPL મેચો ચૂકી શકે છે.
BCCI વિરાટ કોહલી માટે કોઈ ખાસ યોજના બનાવશે?
IPLએ વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચાઈઝ ટુર્નામેન્ટ છે અને વિરાટ કોહલીની હાજરી તેને વધુ રોમાંચક બનાવે છે. BCCI ઈચ્છશે નહીં કે વિરાટ કોહલી તેમની સૌથી મોટી ટુર્નામેન્ટ ચૂકી જાય. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો BCCI તેના માટે એક પ્રાઈવેટ જેટની વ્યવસ્થા કરી શકે છે. દુબઈ સિવાય યુએસ-ઓસ્ટ્રેલિયા રૂટ પણ છે, જે તેને ભારત પરત લાવી શકે છે. વિરાટ પાસે બે ઓપ્શન છે.
ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડીઝની ટીમો ભારતમાં ફસાયેલી છે
ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો T20 વર્લ્ડકપ 2026માંથી બહાર થઈ ગઈ છે. પરંતુ ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે તેઓ તેમના દેશોમાં પરત ફરી શકતા નથી. તેઓ ભારતમાં રહી રહ્યા છે અને પરિસ્થિતિ સુધર્યા પછી ઘરે પાછા ફરી શકશે.
આ પણ વાંચો: IND Vs WI: જસપ્રીત બુમરાહે માત્ર 3 બોલમાં પલટી ગેમ, કેપ્ટન સૂર્યાના નિર્ણયથી વેસ્ટ ઈન્ડિઝ સ્તબ્ધ