IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી. તેઓએ તેમની પ્રથમ 5 મેચમાંથી ફક્ત 1 મેચ જ જીતી, બાકીની 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આ 5 મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી મોટી ચિંતા જસપ્રીત બુમરાહનું ફોર્મ હતું.
જસપ્રીત બુમરાહ IPLની પ્રથમ 5 મેચમાં 1 પણ વિકેટ લેવામાં નિષ્ફળ ગયો, જેના કારણે તેના ફોર્મ પર સવાલો ઉભા થયા. પરંતુ ગુજરાત ટાઈટન્સ સામે વિકેટ લેતા તેને રાહતનો શ્વાસ લીધો.
જસપ્રીત બુમરાહે 153 બોલ પછી વિકેટ મેળવી
જસપ્રીત બુમરાહની છેલ્લી IPL વિકેટ ગયા સિઝનમાં ગુજરાત ટાઈટન્સ સામે આવી હતી. તે મેચમાં તેને વોશિંગ્ટન સુંદરને આઉટ કર્યો હતો. ત્યારથી જસપ્રીત બુમરાહ 153 બોલ સુધી વિકેટવિહીન રહ્યો. તેને આખરે તેના 154મા બોલ પર વિકેટ લીધી. તેને લાંબા સમય પછી તેની પહેલી ઓવર ફેંકી, અને તેને તેના પહેલા જ બોલ પર વિકેટ લઈને ધૂમ મચાવી.
વિકેટ લીધા પછી જસપ્રીત બુમરાહ નવમા સ્થાને
જસપ્રીત બુમરાહ સામે ગુજરાત ટાઈટન્સનો સ્ટાર ઓપનર સાઈ સુદર્શન કવર પર કેચ આઉટ થયો. ફિલ્ડરે કેચ લેતાની સાથે જ સ્ટેડિયમમાં હાજર ફેન્સે જોરદાર સેલિબ્રેશન કર્યું, જ્યારે મુંબઈના બધા ખેલાડીઓ વિકેટના સેલિબ્રેશન કરવા માટે સીધા બુમરાહ તરફ દોડી ગયા. ખાસ કરીને કેપ્ટન હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે તેમના સ્ટાર બોલરને ગળે લગાવ્યો. બુમરાહની આ વિકેટની સેલિબ્રેશનનો નજારો જોવા જેવો હતો. આનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સે 199 રન બનાવ્યા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ સામે પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 199 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ મેચમાં મુંબઈ માટે તિલક વર્માએ સદી ફટકારી હતી. આ સ્કોરનો બચાવ કરવા માટે તેમના બોલરો તરફથી મજબૂત પ્રદર્શનની જરૂર હતી. બુમરાહે પહેલા જ બોલ પર વિકેટ લીધી, જેનાથી જીટી બેકફૂટ પર આવી ગઈ. આ પછી ગુજરાતે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો