ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 19મી મેચમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા ડેશિંગ વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલરે તેના T20 કરિયરમાં એક મોટી સિદ્ધિ હાંસલ કર્યો છે.
લખનૌ સુપર જાયન્ટ્સ સામે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઈટન્સ ટીમને 20 ઓવરમાં 165 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે તેને 7 વિકેટથી જીતી લીધો હતો.
જોસ બટલરે આ મેચમાં 60 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેની સાથે તેને T20 ક્રિકેટમાં પોતાના 14,000 રન પણ પૂર્ણ કર્યા હતા અને તે આવું કરનાર અત્યાર સુધીનો માત્ર 5મો ખેલાડી બન્યો છે.
14,000 રનનો આંકડો પાર કરનાર ત્રીજો સૌથી ઝડપી ખેલાડી બન્યો બટલર
જોસ બટલરની IPL 2026 સીઝનની પહેલી બે મેચ બેટિંગથી ખાસ પ્રભાવશાળી ન હતી, પરંતુ પછી દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં તેની બેટિંગ કુશળતા જીવંત થઈ. આ મેચમાં બટલરે તેના T20 કરિયરમાં 600 સિક્સની સિદ્ધિ હાંસલ કરી. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની શાનદાર 60 રનની ઈનિંગ સાથે તેને T20 ક્રિકેટમાં 14,000 રનનો આંકડો પણ પૂર્ણ કર્યો છે. જોસ બટલર T20 ક્રિકેટમાં આ સિદ્ધિ સુધી પહોંચનાર ત્રીજો સૌથી ઝડપી ખેલાડી બન્યો. તેને આ સંદર્ભમાં તેના દેશબંધુ એલેક્સ હેલ્સ અને કાયરન પોલાર્ડને પાછળ છોડી દીધા. ક્રિસ ગેઈલ T20 ક્રિકેટમાં 14,000 રન સુધી પહોંચવાનો સૌથી ઓછી ઈનિંગનો રેકોર્ડ ધરાવે છે, તેને ફક્ત 423 ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. ડેવિડ વોર્નર બીજા નંબરે છે, જેને 432 ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. બટલરે 468 ઈનિંગમાં તેના 14000 T20I રન પૂરા કર્યા છે.
T20 ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં 14,000 રન પૂરા કરનારા ખેલાડીઓ
ક્રિસ ગેઈલ - 423 ઈનિંગ
ડેવિડ વોર્નર - 431 ઈનિંગ
જોસ બટલર - 468 ઈનિંગ
એલેક્સ હેલ્સ - 505 ઈનિંગ
કાયરન પોલાર્ડ - 633 ઈનિંગ
બટલર સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની લિસ્ટમાં 5મા નંબરે
જોસ બટલર હાલમાં T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં પાંચમા ક્રમે છે, તેને 497 મેચ રમી અને 35.05 ની એવરેજથી 14,021 રન બનાવ્યા, જેમાં 8 સદી અને 100 અડધી સદીનો સામેલ છે. T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે છે, તેને 14,562 રન બનાવ્યા છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
ક્રિસ ગેઈલ - 14562 રન
કાયરન પોલાર્ડ - 14482 રન
એલેક્સ હેલ્સ - 14449 રન
ડેવિડ વોર્નર - 14121 રન
જોસ બટલર - 14021 રન
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો













