IPL 2026ની સીઝન લખનૌ સુપર જાયન્ટ્સ માટે ખાસ સારી રહી નથી. ટીમે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે, જેમાં ફક્ત 2માં જીત મેળવી છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે.


આ ખરાબ સિઝન વચ્ચે લખનૌ સુપર જાયન્ટ્સ માટે કેટલાક સારા સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જોશ ઈંગ્લિસ ટૂંક સમયમાં લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાય તેવી અપેક્ષા છે. તે 4 મે પહેલા LSGમાં જોડાશે.

લખનૌની મેચ 4 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે

લખનૌની ટીમ 4 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાની પહેલી મેચ રમશે. આ મેચ પહેલા જોશ ઈંગ્લિસ લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાશે. વ્યક્તિગત કારણોસર તે સીઝનના પહેલા ભાગમાં ઉપલબ્ધ ન હતો.

18 એપ્રિલના રોજ તેના લગ્ન થયા હતા અને ભારત પરત ફરતા પહેલા તે થોડા અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેશે. જો ઈંગ્લિસ 4 મેથી LSG માટે ઉપલબ્ધ રહેશે, તો તે લખનૌ માટે છેલ્લી 6 લીગ મેચ રમી શકે છે.

નિકોલસ પૂરને LSGને નિરાશ કર્યું

આ સિઝનમાં મોટાભાગની મેચોમાં LSGએ મિચેલ માર્શ, એડન માર્કરામ અને નિકોલસ પૂરનને સ્થાન આપ્યું છે. સાઉથ આફ્રિકાના સ્પિનર ​​જ્યોર્જ લિન્ડેને પણ 2 મેચમાં સામેલ કરવામાં આવ્યો છે. દરમિયાન પૂરન હાલમાં ફોર્મમાં નથી, તેને 6 ઈનિંગ્સમાં 80ના સ્ટ્રાઈક રેટથી ફક્ત 51 રન બનાવ્યા છે. જો તેનું ફોર્મ સુધરશે નહીં, તો ઈંગ્લિસને તેના સ્થાને લેવાનો વિચાર કરી શકાય છે.

કેમ એનરિચ નોર્ટજે લખનૌ ટીમ છોડીને ગયા?

લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ અંગે વધુ એક સમાચાર સામે આવ્યા છે. તેમના ફાસ્ટ બોલર, એનરિચ નોર્ટજે, ગયા અઠવાડિયે LSG કેમ્પ છોડી ગયા હતા. તેમના જવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી. તેમને આ સિઝનમાં ટીમ માટે માત્ર 1 જ મેચ રમી હતી. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં તેને 4 ઓવરમાં 39 રન આપ્યા અને કોઈ વિકેટ લીધી નથી. LSG હાલમાં પોઈન્ટ ટેબલમાં આઠમા નંબરે છે, તેને તેની 6 મેચમાંથી ફક્ત 2 જ જીતી છે. તેમની આગામી મેચ 22 એપ્રિલે લખનૌમાં રાજસ્થાન રોયલ્સ સામે થશે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: