સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડા IPL 2026માં ગુજરાત ટાઈટન્સ માટે રમી રહ્યો છે. ચાલુ IPL સીઝનમાં, ગુજરાત ટાઈટન્સનો સામનો 20 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે થયો હતો.


આ IPL મેચમાં ફાસ્ટ બોલર રબાડાએ નવા બોલથી ધૂમ મચાવી દીધી હતી, જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સના ટોપ-ઓર્ડર બેટ્સમેનોને હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈના ટોપ-ઓર્ડર બેટ્સમેનોને આઉટ કરીને કાગીસો રબાડાએ ખાસ રેકોર્ડ લિસ્ટમાં લસિથ મલિંગાને પાછળ છોડી દીધો છે.

કાગિસો રબાડાએ લસિથ મલિંગાને પાછળ છોડ્યો

IPLમાં વિદેશી ફાસ્ટ બોલર દ્વારા પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ટ્રેન્ટ બોલ્ટના નામે છે. તેને આ લીગમાં અત્યાર સુધી પાવરપ્લેમાં 72 વિકેટ લીધી છે. કાગીસો રબાડા હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેને IPLમાં અત્યાર સુધી પાવરપ્લેમાં 38 વિકેટ લીધી છે. તેને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 3 વિકેટ લઈને મલિંગાને પાછળ છોડી દીધો. લસિથ મલિંગા પાવરપ્લેમાં 37 વિકેટ સાથે ત્રીજા નંબરે છે. મોર્ને મોર્કેલ 36 વિકેટ સાથે ચોથા સ્થાને છે.

IPLમાં પાવરપ્લેમાં વિદેશી બોલરો દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ વિકેટો

72 વિકેટ: ટ્રેન્ટ બોલ્ટ

38 વિકેટ: કાગીસો રબાડા

37 વિકેટ: લસિથ મલિંગા

36 વિકેટ: મોર્ને મોર્કેલ

કાગીસો રબાડાએ IPL 2026માં પાવરપ્લેમાં પણ શાનદાર બોલિંગ કરી

કાગીસો રબાડાએ IPL 2026માં પણ પાવરપ્લેમાં બોલથી શાનદાર બોલિંગ કરી છે. તે આ સિઝનમાં પાવરપ્લેમાં (1-6 ઓવર) સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. તેને અત્યાર સુધીમાં 6 મેચમાં પાવરપ્લે દરમિયાન 7 વિકેટ લીધી છે. રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર આ લિસ્ટમાં બીજા સ્થાને છે, તેણે આ સિઝનમાં 6 મેચમાં કુલ 8 વિકેટ લીધી છે. જેમાંથી 6 વિકેટ પાવરપ્લે દરમિયાન લેવામાં આવી હતી. લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ફાસ્ટ બોલર જેકબ ડફી 5-5 વિકેટ સાથે આ લિસ્ટમાં સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે.

મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાતને 200 રનનો ટાર્ગેટ આપ્યો

ગુજરાત સામે પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા. આ મેચમાં મુંબઈ તરફથી તિલક વર્માએ શાનદાર બેટિંગ કરીને સદી ફટકારી. તેને માત્ર 45 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ દરમિયાન તેને કુલ 15 બાઉન્ડ્રી ફટકારી, જેમાં 8 ફોર અને 7 સિક્સરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: