ઈન્ડિયન પ્રીમિયર લીગને લઈને બે ઈંગ્લિશ દિગ્ગજો વચ્ચે ટક્કર થઈ છે. આ મામલો આરસીબીના સ્ટાર ખેલાડી જેકબ બેથેલ સાથે સંબંધિત છે. જેકબ બેથેલને હજુ સુધી IPL 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે એક પણ મેચ રમવા માટે પસંદ કરવામાં આવ્યો નથી.


ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકે સૂચવ્યું હતું કે જેકબ બેથેલ માટે બેન્ચ પર રહેવા કરતાં IPL છોડીને ઈંગ્લેન્ડ પાછા ફરવું વધુ સારું રહેશે. કૂકના નિવેદનથી કેવિન પીટરસન ગુસ્સે ભરાયો છે.

કેવિન પીટરસન થયો ગુસ્સે

કેવિન પીટરસને ગુસ્સામાં કહ્યું કે એલિસ્ટર કૂકને IPLમાં રમવાનો અનુભવ કેવો હોય છે તેની કોઈ જાણ નથી. તેને કૂક પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે તેમને ખબર નથી કે વિશ્વના બેસ્ટ ખેલાડીઓની આસપાસ રહેવું કેવું હોય છે. તેથી આ બાબતે તેમનો અભિપ્રાય માન્ય લાગતો નથી.


એલિસ્ટર કૂક ક્યારેય IPLમાં રમ્યો નથી, જ્યારે કેવિન પીટરસનને 3 ટીમો માટે રમવાનો અનુભવ છે. પીટરસને જેકબ બેથેલને ભારતમાં રહેવાની સલાહ આપી, કારણ કે જો તેને પ્લેઈંગ ઈલેવનમાં તક ન મળે તો પણ તેને ઘણું શીખવાનું રહેશે.

હું આરસીબી સાથે રહીશ: જેકબ બેથેલ

સ્કાય સ્પોર્ટ્સ પોડકાસ્ટ પર બોલતા જેકબ બેથેલે જણાવ્યું હતું કે તે RCB સાથે રહેશે. તેને કહ્યું કે તેઓ IPL વાતાવરણનો આનંદ માણી રહ્યો છે. બેથેલે કહ્યું કે IPLમાં રહેવાનો અનુભવ ફક્ત ટીમ સાથે સંકળાયેલા રહીને જ થઈ શકે છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: