પંજાબ કિંગ્સ સામે પોતાની હોમ મેચ રમી રહેલી દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા. આ IPL ઈતિહાસમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.


દિલ્હી માટે આ મેચમાં તેમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ ધૂમ મચાવી, જેમાં તેને તેના IPL કરિયરની છઠ્ઠી સદી ફટકારી અને 16 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 67 બોલમાં 152 રનની શાનદાર અણનમ ઈનિંગ રમી. આ સાથે કેએલ રાહુલે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા, જેમાં તે IPL ઇતિહાસમાં એક મેચમાં 150 કે તેથી વધુ રન બનાવનાર ફક્ત ત્રીજો ખેલાડી બન્યો.

રાહુલે અભિષેક શર્માનો રેકોર્ડ તોડ્યો

IPLમાં ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ હવે KL રાહુલના નામે છે. આ મેચ પહેલા આ રેકોર્ડ અભિષેક શર્માના નામે હતો, જેને 2025 માં પંજાબ કિંગ્સ સામેની મેચમાં 141 રન બનાવ્યા હતા.

હવે રાહુલે અભિષેકનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને 152 રનની અણનમ ઈનિંગ સાથે તે IPLમાં ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે. KL રાહુલ હવે IPL ઈતિહાસમાં ક્રિસ ગેઈલ અને બ્રેન્ડન મેક્કુલમ પછી ફક્ત ત્રીજો ખેલાડી છે, જેને એક મેચમાં 150 કે તેથી વધુ રન બનાવ્યા છે.

IPLમાં સૌથી વધુ વ્યક્તિગત રન બનાવનારા ખેલાડીઓ

ક્રિસ ગેઈલ - 175 રન Vs પુણે વોરિયર્સ ઈન્ડિયા (2013)

બ્રેન્ડન મેક્કુલમ - 158 રન Vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (2008)

કેએલ રાહુલ - 152 રન Vs પંજાબ કિંગ્સ (2026)

અભિષેક શર્મા - 141 રન Vs પંજાબ કિંગ્સ (2025)

ક્વિન્ટન ડી કોક - 140 રન Vs લખનૌ સુપર જાયન્ટ્સ (2025)

T20 ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર માત્ર બીજો ભારતીય ખેલાડી બન્યો

કેએલ રાહુલ હવે T20 મેચમાં 150 કે તેથી વધુ રન બનાવનાર માત્ર બીજો ભારતીય ખેલાડી છે. રાહુલ પહેલા આ સિદ્ધિ ફક્ત તિલક વર્માએ મેળવી હતી, જેને 2024 માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મેઘાલય સામે 151 રન બનાવ્યા હતા.

T20 ફોર્મેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર ધરાવતા ભારતીય ખેલાડીઓ

કેએલ રાહુલ - 152 રન Vs પંજાબ કિંગ્સ (2026)

તિલક વર્મા - 151 રન Vs મેઘાલય (2024)

અભિષેક શર્મા - 148 રન Vs બંગાળ (2025)

શ્રેયસ ઐયર - 147 રન Vs સિક્કિમ (2019)

પુનીત બિષ્ટ - 146 રન Vs મિઝોરમ (2021)

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: