કોઈ ટીમ કે ખેલાડી મેચ કેવી રીતે શરૂ કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ટીમ કે ખેલાડી પોતાનો રન ચાલુ રાખે છે કે જરૂરી છે અને તે વધુ મહત્વનું છે. દિલ્હી કેપિટલ્સના સ્ટાર ઓપનર કેએલ રાહુલ બાદનો આજે જન્મદિવસ છે.
IPL 2026માં તેની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ત્યારથી તેને મજબૂત વાપસી કરી છે, તેના જન્મદિવસ પર એક શક્તિશાળી અડધી સદી ફટકારી છે.
18 એપ્રિલ ફક્ત આઈપીએલનો 19મો જન્મદિવસ જ નહીં, પણ લીગના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક કેએલ રાહુલનો જન્મદિવસ પણ હતો. આઈપીએલ ફેન્સને લીગના જન્મદિવસની રોમાંચક શરૂઆતની મેચ જોવા મળી ન હતી, પરંતુ રાહુલે ચોક્કસપણે તેના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તેના જન્મદિવસને ખાસ બનાવ્યો.
ચિન્નાસ્વામીની સતત બીજી અડધી સદી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનિંગ કરતા રાહુલે શાનદાર અડધી સદી ફટકારી. 176 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હીએ પ્રથમ 3 ઓવરમાં માત્ર 18 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી. દબાણ સામે ઝૂકવાને બદલે રાહુલે વળતો હુમલો શરૂ કર્યો, જોશ હેઝલવુડની ઓવરમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા.
રાહુલની આક્રમક સ્ટાઈલે તેની ટીમને વાપસી કરવામાં મદદ કરી. રાહુલે 30 બોલમાં અડધી સદી ફટકારીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબી સામે આ તેની સતત બીજી અડધી સદી હતી. 5 મેચમાં રાહુલની આ બીજી અડધી સદી હતી, તેને સીઝનની શરૂઆત 0 અને 1 ના સ્કોરથી કરી હતી. તેને અગાઉ ગુજરાત ટાઈટન્સ સામે 92 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીએ રાહુલનું દિલ તોડી નાખ્યું
પરંતુ જ્યારે એવું લાગતું હતું કે રાહુલ દિલ્હીને તેના ભૂતપૂર્વ ટીમ સામે ગયા સિઝનની જેમ તેમના ઘરઆંગણે વિજય અપાવશે, ત્યારે તેની આશાઓ ઠગારી નીવડી. રાહુલને તેના નજીકના મિત્ર અને આરસીબી સ્ટાર વિરાટ કોહલીએ ઝટકો આપ્યો. કોહલીએ કૃણાલ પંડ્યાના બોલ પર લાંબા અંતરની બાઉન્ડ્રી પર શાનદાર ડાઈવિંગ કેચ પકડ્યો, જેનાથી રાહુલની 34 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથેની 57 રનની શાનદાર ઈનિંગનો અંત આવ્યો.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો