દિલ્હી કેપિટલ્સના ઓપનર કેએલ રાહુલે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 35મી મેચમાં વિસ્ફોટક ઈનિંગ રમી. કેએલ રાહુલે ધમાકેદાર સદી ફટકારી અને અનેક રેકોર્ડ તોડ્યા. તેણે પંજાબ કિંગ્સના બોલરોને હરાવીને તેની T20 કરિયરમાં ઐતિહાસિક ઈનિંગ રમી.
કેએલ રાહુલે માત્ર 47 બોલમાં તેની સદી પૂરી કરી, જે તેની છઠ્ઠી આઈપીએલ સદી છે, જે ટુર્નામેન્ટના ઈતિહાસમાં એક મોટા ક્લબમાં જોડાઈ ગઈ.
ધોની-રૈનાને છોડ્યા પાછળ
આ ઈનિંગ દરમિયાન રાહુલે એમએસ ધોની અને સુરેશ રૈના જેવા દિગ્ગજોને પાછળ છોડીને આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં પાંચમું સ્થાન મેળવ્યું. મેચ પહેલા તેને ધોનીને પાછળ છોડી દેવા માટે ફક્ત 13 રનની જરૂર હતી, જે તેને શરૂઆતમાં જ હાંસલ કરી લીધા.
પોતાના 102 રન સાથે કેએલ રાહુલે મિસ્ટર આઈપીએલ તરીકે જાણીતા સુરેશ રૈનાને પણ પાછળ છોડી દીધા. કેએલ રાહુલ હવે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ પાંચ ખેલાડીઓમાં સામેલ છે.
IPLમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન
વિરાટ કોહલી - 8,989 રન
રોહિત શર્મા – 7,183 રન
શિખર ધવન – 6,769 રન
ડેવિડ વોર્નર – 6,565 રન
કેએલ રાહુલ – 5,579 રન
સુરેશ રૈના – 5,528 રન
એમએસ ધોની – 5,439 રન
67 બોલમાં 152 રન બનાવીને અણનમ રહ્યો
કેએલ રાહુલ પોતાની સદી પૂર્ણ કર્યા પછી પણ અટક્યો નહીં અને 67 બોલમાં 152 રન બનાવીને અણનમ રહ્યો. આ ઈનિંગમાં તેને 12 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. આ સાથે તે આઈપીએલના ઈતિહાસમાં 150+ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો.
કેએલ રાહુલની આ ઈનિંગ હવે આઈપીએલમાં ત્રીજો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બની ગયો છે. ફક્ત ક્રિસ ગેઈલ (175*) અને બ્રેન્ડન મેક્કુલમ (158*) તેનાથી આગળ છે. કેએલ રાહુલે નીતિશ રાણા સાથે મળીને 220 રનની શાનદાર પાર્ટનરશીપ કરી, જેના કારણે દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 264 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો