ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં, દિલ્હી કેપિટલ્સના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલનું બેટ જોશમાં છે.1લી મેના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે 226 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, રાહુલે 40 બોલમાં 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રાહુલે આ ઇનિંગ દરમિયાન છ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા, જે ભારતીય ખેલાડી માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી હતી.


કેએલ રાહુલ IPLમાં  સૌથી વધુ છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં, કેએલ રાહુલે તેની ઇનિંગ દરમિયાન પાંચ છગ્ગા ફટકાર્યા હતા,જે આઈપીએલમાં ઓપનર તરીકે તેનો 200મો છગ્ગો પૂરો કર્યો હતો.આ સાથે,કેએલ રાહુલ આઈપીએલના ઇતિહાસમાં 200 છગ્ગાનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય ઓપનિંગ બેટ્સમેન બન્યો છે.કેએલ રાહુલે આઈપીએલમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે 112 મેચ રમી છે,જેમાં 50.01 ની સરેરાશથી 4,851 રન બનાવ્યા છે,જેમાં છ સદી અને ૩૯ અડધી સદીનો સમાવેશ થાય છે,અને 203 છગ્ગા ફટકાર્યા છે.આ યાદીમાં ચોથા ક્રમે વિરાટ કોહલી છે,જેમણે આઈપીએલમાં ઓપનર તરીકે ૧૯૨ છગ્ગા ફટકાર્યા છે.

IPLમાં ઓપનર તરીકે સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓ

ક્રિસ ગેલ - 326 છગ્ગા

ડેવિડ વોર્નર - 210 છગ્ગા

કેએલ રાહુલ - 2023 છગ્ગા

વિરાટ કોહલી - 192 છગ્ગા

ફાફ ડુ પ્લેસિસ - 159 છગ્ગા

રન કરવાના મામલે રાહુલ ચોથા ક્રમે

કેએલ રાહુલ આઈપીએલમાં ઓપનર તરીકે ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, જે 5,000 રનના આંકડા સુધી પહોંચવાથી માત્ર 149 રન દૂર છે. જો રાહુલ સફળ થાય છે, તો તે આઈપીએલમાં આ સિદ્ધિ મેળવનાર ફક્ત ત્રીજો ભારતીય ઓપનર બનશે. તેમના પહેલા શિખર ધવન અને વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

આ પણ વાંચો - IPL 2026 Points Table: DCની જીત બાદ પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ



  • Follow us on: