રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને તેના ભાઈ હાર્દિક પંડ્યા વચ્ચે અણબનાવની ચર્ચાઓ ઘણા સમયથી ફેલાઈ રહી છે. થોડા દિવસો પહેલા RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ની મેચ દરમિયાન પંડ્યા ભાઈઓને મેદાન પર એકબીજાનો સામનો કરવાની તક મળી હતી.


હાર્દિકને કૃણાલ બોલિંગ કરતો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો, જેના કારણે ફેન્સને અનેક અટકળો લગાવી હતી. પરંતુ જ્યારે હાર્દિક સાથેના તેના કથિત ઝઘડા વિશે પૂછવામાં આવ્યું ત્યારે કૃણાલે તેને હસીને વાત ફગાવી દીધી.

કૃણાલે આપ્યો જવાબ

દાનિશ સૈત સાથેના RCB પોડકાસ્ટમાં કૃણાલ પંડ્યાને મજાકમાં પૂછવામાં આવ્યું કે શું તેની અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન વચ્ચે બધું બરાબર છે. લેફ્ટ હેન્ડના બેટ્સમેને પુષ્ટિ આપી કે બધું બરાબર છે. જ્યારે દાનિશે પૂછ્યું કે "શું ત્યાં બધું બરાબર છે, કે કોઈ ઝઘડો છે?", ત્યારે કૃણાલ હસતો રહ્યો, જેના પછી યજમાન બોલ્યો, "કેન અને અંડરટેકર પણ ક્યારેક ઝઘડો કરે છે." જ્યારે ફરીથી પૂછવામાં આવ્યું કે "શું બધું બરાબર છે?", ત્યારે કૃણાલે જવાબ આપ્યો કે "બધું બરાબર છે."

સ્લેજિંગના આરોપો પર કરી વાત

કૃણાલ પંડ્યાએ લખનૌ સુપર જાયન્ટ્સના યુવા ખેલાડી મુકુલ ચૌધરીને સ્લેજિંગ કરવાના આરોપોનો પણ ઉલ્લેખ કર્યો. તેને સ્પષ્ટતા કરી કે તેઓ ફક્ત તેમની સાથે સ્પષ્ટ વાતચીત કરી રહ્યા હતા, પરંતુ તેમના શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો.


તેને કહ્યું રે "લોકો કહેતા હતા કે 'યુવાન ખેલાડીને સ્લેજિંગ'. મેં તેને બોલિંગ કરી, અને તેને પહેલા જ બોલ પર પેડલ શોટ રમ્યો. મેં તેને સ્લેજિંગ ન કર્યું, મેં ફક્ત કહ્યું કે 'મુકુલ, તું યુવાન છે, તું લોંગ-ઓન અથવા લોંગ-ઓફ પર સિક્સર ફટકારી શકે છે, મને ત્યાં ફટકાર.' તે હસતો હતો, તે ફક્ત મજાક હતી. મારી હેરસ્ટાઈલને કારણે લોકો માને છે કે હું ખૂબ ગંભીર અને ગુસ્સે છું, પણ હું એવું નથી."

કૃણાલ પંડ્યાનું શાનદાર પ્રદર્શન

IPL 2026 માં કૃણાલ પંડ્યાના પ્રદર્શનની વાત કરીએ તો તેને વર્તમાન સિઝનમાં અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાં તેને 8 વિકેટ લીધી છે. પરંતુ કૃણાલ બેટ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, તેને 19મી સિઝનમાં ફક્ત 13 રન બનાવ્યા છે. આગામી મેચોમાં RCB ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સનો સામનો કરશે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: