IPLની 19મી સિઝન તેના અંતિમ તબક્કાની નજીક છે,પરંતુ વિવિધ ટીમોમાં હજુ પણ ફેરફારો થઈ રહ્યા છે.ખેલાડીઓની ઇજાઓને કારણે આ થયું છે,જેના કારણે અન્ય ખેલાડીઓ માટે દરવાજા ખુલી ગયા છે.આ સિઝનમાં સૌથી વધુ અસરગ્રસ્ત ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સમાં વધુ એક ફેરફાર થયો છે.CSK એ ડાબા હાથના ફાસ્ટ બોલર ખલીલ અહેમદની જગ્યાએ કુલદીપ યાદવનો સમાવેશ કર્યો છે.જે ઈજાને કારણે બહાર થઈ ગયો હતો.ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ 38 વર્ષીય બોલરને ઉમેર્યો છે.
સિઝનમાં પાંચ મેચ ઇજા થઈ
IPLએ સત્તાવાર જાહેરાત કરી હતી,જેમાં બંને ટીમો દ્વારા કરવામાં આવેલા ફેરફારોની વિગતો આપવામાં આવી હતી.જાહેરાત અનુસાર ચેન્નાઈ સુપર કિંગ્સે ખલીલના સ્થાને દિલ્હીના ફાસ્ટ બોલર કુલદીપ યાદવને કરારબદ્ધ કર્યા છે.આ સિઝનમાં પાંચ મેચ રમ્યા બાદ ડાબા હાથના ફાસ્ટ બોલરને ઇજા થઈ હતી અને ત્યારબાદ તે આખી સિઝન માટે બહાર થઈ ગયો હતો.તેના સ્થાને કુલદીપે અગાઉ 2021અને 2023માં રાજસ્થાન રોયલ્સ માટે ત્રણ મેચ રમી છે, જેમાં બે વિકેટ લીધી હતી. તેને 30 લાખ રૂપિયામાં કરારબદ્ધ કરવામાં આવ્યો છે.
રિચાર્ડ ગ્લિસન ટીમમાં જોડાયો
બીજી બાજુ, ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરુને પણ ખેલાડીમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયેલા શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન તુશારા આખરે આ સિઝનમાં બેંગલુરુમાં જોડાઈ શક્યા નહીં. અત્યાર સુધી 12 લીગ મેચ રમી ચૂકેલી RCBએ 38 વર્ષીય ઇંગ્લિશ ફાસ્ટ બોલર રિચાર્ડ ગ્લિસનને કરારબદ્ધ કર્યો છે. ગ્લિસન 1.6 કરોડ રૂપિયાના ભાવે RCBમાં જોડાયા હતા. હાઈ સ્પીડથી બોલિંગ કરનારા ગ્લિસન અગાઉ CSK અને મુંબઈ ઇન્ડિયન્સ માટે ત્રણ મેચ રમી ચૂક્યા છે, જેમાં તેમણે બે વિકેટ લીધી છે.
આ પણ વાંચો - IPL 2026 : પ્લેઓફ પહેલા જ પંજાબ થશે બહાર? સતત પાંચ હાર બાદ...