લખનૌ સુપર જાયન્ટ્સને IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચમાં મોટો ઝટકો લાગ્યો. નિયમિત LSG કેપ્ટન રિષભ પંતને બેટિંગ કરતી વખતે હાથની ઈજા થઈ, જેના કારણે તેમને મેચની વચ્ચે જ રિટાયર્ડ હર્ટ થવું પડ્યું.

પરિણામે તે બીજી ઈનિંગમાં ફિલ્ડિંગ કરી રહ્યો ન હતો. મુકુલ ચૌધરી તેની ગેરહાજરીમાં વિકેટકીપિંગ કરી રહ્યો છે. લખનૌને પણ મેચની વચ્ચે કેપ્ટન બદલવો પડ્યો.

નિકોલસ પૂરન બન્યો LSGનો કેપ્ટન

લખનૌ પાસે મિચેલ માર્શ અને એડન માર્કરામ જેવા સારા કેપ્ટનશિપ વિકલ્પો હતા, પરંતુ તેમને નિકોલસ પૂરનને પસંદ કર્યો. ફ્રેન્ચાઈઝીએ આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે જ્યારે તેમને ગયા સિઝનમાં રિષભ પંતને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો, ત્યારે તેમને નિકોલસ પૂરનને વાઈસ-કેપ્ટનનું પદ પણ સોંપ્યું હતું.

તેથી જ્યારે રિષભ પંત આ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારે સ્પષ્ટ હતું કે નિકોલસ પૂરન તેની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરશે. પરંતુ પૂરનનું ફોર્મ હાલમાં ખૂબ જ ખરાબ છે. આ સિઝનમાં તે 5 મેચમાં ફક્ત 42 રન જ બનાવી શક્યો છે.

RCB સામેની મેચમાં નિકોલસ પૂરનનું નિરાશાજનક પ્રદર્શન

આ મેચમાં નિકોલસ પૂરન નંબર 4 પર બેટિંગ કરવા આવ્યો હતો. જોશ હેઝલવુડ દ્વારા ક્લીન બોલ્ડ થયા પહેલા તે 7 બોલમાં ફક્ત 1 રન બનાવી શક્યો હતો. તેની વિકેટથી લખનૌ પર દબાણ આવ્યું હતું. પૂરનનું ફોર્મ હાલમાં ખૂબ જ ખરાબ છે. તેને તેની છેલ્લી 13 ઈનિંગમાં 20 રનનો આંકડો પાર કર્યો નથી.

LSGએ પૂરનને 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે

2023માં LSG દ્વારા નિકોલસ પૂરનને 16 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો અને IPL 2025 પહેલા તેને 21 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. તેને IPL 2025માં 14 મેચમાં 196.25ના સ્ટ્રાઈક રેટથી 524 રન બનાવ્યા હતા. અત્યાર સુધીમાં તેને IPLમાં 94 મેચમાં 32.87ની એવરેજથી 2,334 રન બનાવ્યા છે. તેનો એકંદર સ્ટ્રાઈક રેટ 166.12 છે. પરંતુ આ સિઝનમાં પૂરનનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું છે. LSG માટે IPL 2026માં સારો દેખાવ કરવા માટે નિકોલસ પૂરનનું ફોર્મમાં પાછા ફરવું જરૂરી છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો