બુધવારે IPL 2026ની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ઘરઆંગણે હારી ગયું. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 159 રન બનાવ્યા, પરંતુ જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સ 119 રનમાં ઓલઆઉટ થઈ ગયું.


જ્યારે રિષભ પંતને પૂછવામાં આવ્યું કે તેમને લાગે છે કે ટીમ ક્યાં પાછળ રહી ગઈ, ત્યારે તેને કહ્યું, "મારી પાસે તેનો જવાબ નથી." તેને હાર માટે ખરાબ બેટિંગને જવાબદાર ઠેરવી. મેચ પછી સંજીવ ગોયેન્કા સાથેનો તેમનો એક ફોટો પણ વાયરલ થયો.

સંજીવ ગોયેન્કા ક્રિકેટ પ્રત્યેના તેમના ભાવનાત્મક અભિગમ માટે જાણીતા છે. જીત પછી તેમની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા, અને હારની નિરાશા પણ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. બુધવારની હારથી તેઓ નિઃશંકાપણે નિરાશ થયા હતા, પરંતુ જ્યારે તેઓ રિષભ પંતને મળ્યા ત્યારે તેમના ચહેરા પર સ્મિત હતું.

સંજીવ ગોયેન્કાએ રિષભ પંતને ગળે લગાવ્યો

સંજીવ ગોયેન્કા સોશિયલ મીડિયા પર ગુસ્સાવાળા સ્વભાવ માટે જાણીતા છે. 2024માં કેએલ રાહુલ અને ગયા વર્ષે રિષભ પંત સાથેના તેમના ફોટાએ સમાન સવાલો ઉભા કર્યા હતા, પરંતુ બુધવારની તસવીરે કંઈક અલગ જ ખુલાસો કર્યો.


હાર બાદ રિષભ પંતે સંજીવ ગોયેન્કાને ગળે લગાવ્યો, આ દરમિયાન સંજીવ ગોયેન્કાના ચહેરા પર સ્મિત હતું જાણે તે કેપ્ટનને પ્રોત્સાહિત કરી રહ્યો હોય કે જીત કે હાર મેચનો એક ભાગ છે, તમારે હાર પોતાના પર ન લેવી જોઈએ.

રિષભ પંત એક ખરાબ શોટ રમીને થયો આઉટ

રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન રિષભ પંતની ખરાબ બેટિંગ સ્ટાઈલ સ્પષ્ટ જોવા મળી. પહેલી ઓવરમાં આયુષ બદોની રન આઉટ થયા પછી તે આઉટ થયો. ટાર્ગેટ ખૂબ વધારે ન હતું, તેથી તે પોતાનો સમય લઈ શક્યો હોત.

પરંતુ રિષભ પંતે પહેલા જ બોલથી આક્રમક શોટ રમવાનું શરૂ કર્યું. તેના ત્રીજા બોલ પર સમાન મોટો શોટ રમવાનો પ્રયાસ કરતા રિષભ પંત શૂન્ય પર આઉટ થયો, જેના કારણે ટીમ પર દબાણ આવ્યું.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: