IPL 2026ની 59મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ રમાશે.પ્લેઓફમાંથી બહાર થઈ ચૂકેલી લખનૌ આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનું રેન્કિંગ સુધારવાનો પ્રયાસ કરશે. જોકે,પ્લેઓફમાં પહોંચવા માટે CSK માટે આ મેચમાં જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. CSK હાલમાં 11 મેચમાંથી 12 પોઈન્ટ ધરાવે છે અને 7મા સ્થાને છે. જો CSK આ મેચ જીતે છે, તો તે પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં પહોંચી જશે.