IPL 2026ની 59મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટથી હરાવ્યું.પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ 188 રનનો લક્ષ્યાંક આપ્યો,જે લખનૌએ માત્ર 16.4 ઓવરમાં જ મેળવી લીધો.મિશેલ માર્શ લખનૌની જીતનો હીરો રહ્યો,તેણે 38 બોલમાં શાનદાર 90 રન બનાવ્યા.જોશ ઈંગ્લિશે પણ 36 રન બનાવ્યા, જ્યારે નિકોલસ પૂરને અણનમ 32 અને મુકુલ ચૌધરીએ અણનમ 13 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો.આ સિઝનમાં લખનૌની 12 મેચમાં આ ચોથી જીત હતી,જ્યારે ચેન્નાઈને 12 મેચમાં છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો હતો.

મિશેલ માર્શની શાનદાર બેટિંગ

મિશેલ માર્શે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ધીમી શરૂઆત કરી, શરૂઆતમાં ચોગ્ગા ફટકાર્યા. પરંતુ પાંચમી ઓવરમાં તેણે છગ્ગા મારવાનું શરૂ કર્યું. તેનો શિકાર અંશુલ કંબોજ બન્યો, જે આ સિઝનમાં ચેન્નાઈનો શ્રેષ્ઠ બોલર હતો. માર્શે તેની ઓવરમાં કવર અને સ્ક્વેર લેગ એરિયામાં સતત ચાર છગ્ગા ફટકાર્યા. આ સાથે, તેણે IPLમાં પોતાનો 100મો છગ્ગો પણ પૂર્ણ કર્યો. આ સમાચાર લખાય ત્યાં સુધી, મિશેલ માર્શે કુલ પાંચ છગ્ગા ફટકાર્યા હતા અને તેણે આ સિઝનમાં જ 29 છગ્ગા ફટકાર્યા છે.

 નિકોલસ પૂરનની શાનદાર પ્રદર્શન 

લખનૌ માટે મિશેલ માર્શ અને જોશ ઇંગ્લીસે શાનદાર પ્રદર્શન કર્યું, પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી. માર્શે 38 બોલમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 90 રનની શાનદાર ઇનિંગ રમી. જોશ ઇંગ્લીસે પણ 32 બોલમાં 36 રન બનાવ્યા. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 135 રન ઉમેર્યા. ત્યારબાદ અબ્દુલ સમદ 3 બોલમાં 7 રન બનાવીને આઉટ થયા. અંતે, નિકોલસ પૂરને 17 બોલમાં અણનમ 32 રન અને મુકુલ ચૌધરીએ 10 બોલમાં અણનમ 13 રન બનાવીને વિજય મેળવ્યો. લખનૌએ 16.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 188 રન બનાવીને મેચ જીતી લીધી.

આ પણ વાંચો - Mitchell Marshએ કરી CSKના બોલરની ધુલાઈ, ફટકારી સિક્સની સદી