ગુજરાત ટાઈટન્સે IPL 2026 ની 19મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવીને સિઝનની પોતાની બીજી જીત નોંધાવી. પહેલા બેટિંગ કરતા લખનૌએ 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ગુજરાતે 18.4 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલ અને જોસ બટલરે શાનદાર અડધી સદી ફટકારી હતી. શુભમન ગિલે 40 બોલમાં 56 રન બનાવ્યા હતા, જ્યારે બટલરે 37 બોલમાં 60 રન બનાવ્યા હતા. અંતે વોશિંગ્ટન સુંદરે અણનમ 21 રન અને રાહુલ તેવતિયાએ અણનમ 10 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો. 4 મેચમાં ગુજરાતની આ સતત બીજી જીત છે.