ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સનો હારનો સિલસિલો અટકવાના કોઈ સંકેત જોવા મળી રહ્યા નથી. લખનૌને તેના ઘરઆંગણે વધુ એક કારમી હારનો સામનો કરવો પડ્યો છે.


IPL 2026ની 32મી મેચમાં રાજસ્થાન રોયલ્સે લખનૌને 40 રનથી હરાવ્યું. લખનૌ સુપર જાયન્ટ્સ માટે મિચેલ માર્શે 41 બોલમાં સૌથી વધુ 55 રનનું યોગદાન આપ્યું. પરંતુ તેને બીજા છેડેથી કોઈનો સપોર્ટ મળ્યો નહીં. રાજસ્થાન રોયલ્સ માટે જોફ્રા આર્ચરે 3 વિકેટ લીધી, જ્યારે નાંદ્રે બર્ગર અને બ્રિજેશ શર્માએ 2-2 વિકેટ લીધી.

લખનૌ 160 રનના સામાન્ય ટાર્ગેટને પણ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયું, ફક્ત 119 રનમાં જ આઉટ થઈ ગયું. ટીમ સંપૂર્ણ 20 ઓવર પણ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ. લખનૌનો આ ઘરઆંગણે સતત સાતમી હાર છે. વધુમાં રિષભ પંતની ટીમે આ સિઝનમાં સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે.

રિષભ પંત પાસે કોઈ જવાબ નથી

IPL 2026માં બીજી એક કારમી હાર બાદ કેપ્ટન રિષભ પંતે પોતાની ટીમના બેટ્સમેનોને આડે હાથ લીધા. તેને કહ્યું કે "તેની પાસે કોઈ જવાબ નથી. અમારી બેટિંગે અમને નિરાશ કર્યા છે. એક ટીમ તરીકે, એક ગ્રુપ તરીકે, અમે નિરાશ છીએ. તમારે જવાબો તમારી અંદર શોધવા પડશે, બહાર નહીં. અમે બેટિંગ કરતી વખતે થોડો વધુ સમય લઈ શક્યા હોત. તેના માટે કોઈ બહાનું નથી. અમે મેચને વધુ આગળ લઈ જઈ શક્યા હોત. બેટિંગ ગ્રુપ તરીકે અમારે જવાબદારી લેવી પડશે."

રિષભ પંતે વધુમાં કહ્યું કે જ્યારે બોલિંગની વાત આવે છે, ત્યારે અમારે કેટલીક સકારાત્મક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. અમારે પોતાની અંદર જવાબો શોધવાની જરૂર છે. રિષભ પંતને વિશ્વાસ છે કે અમારી બોલિંગ અને બેટિંગમાં પૂરતી ફાયરપાવર છે અને આપણે હજુ પણ સ્થિતિ બદલી શકીએ છીએ.

26 એપ્રિલે KKR સામે ટકરાશે

તમને જણાવી દઈએ કે લખનૌ સુપર જાયન્ટ્સ IPL 2026 પોઈન્ટ ટેબલમાં 9મા નંબરે છે. 7 મેચમાં લખનૌની આ પાંચમી હાર છે. ટીમને અત્યાર સુધી ફક્ત 2 જ જીત મળી છે. LSG 26 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પોતાની આગામી મેચ રમશે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: