દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ મેચ દરમિયાન એક ક્ષણે ખેલાડીઓ અને દર્શકો બંનેને સ્તબ્ધ કરી દીધા. દિલ્હી કેપિટલ્સનો ફાસ્ટ બોલર લુંગી એનગીડી કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે ખરાબ રીતે પડી ગયો અને તેના માથામાં ગંભીર ઈજા થઈ. આ ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું. હવે લુંગી એનગીડીની ઈજા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.
કેવી રીતે થઈ ઈજા?
હકીકતમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ મેચ દરમિયાન લુંગી એનગીડી કેચ લેવા માટે મિડ-ઓફથી પાછળની તરફ દોડી રહ્યો હતો. તેને બોલ સુધી પહોંચવાનો બેસ્ટ પ્રયાસ કર્યો, પરંતુ તેનું સંતુલન ગુમાવ્યું અને તે તેની પીઠ પર પડી ગયો. તેનું માથું જમીન પર જોરથી અથડાયું, અને તે તરત જ પીડાથી કણસતો મેદાન પર સૂઈ ગયો.
મેદાન પર થોડીવાર માટે મૌન
આ ઘટના પછી તરત જ રમત બંધ કરી દેવામાં આવી. ફિઝિયો અને મેડિકલ ટીમ મેદાન પર પહોંચી, પરંતુ લુંગી એનગીડી લાંબા સમય સુધી ઉભો થઈ શક્યો નહીં. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં સ્ટ્રેચર બોલાવવામાં આવ્યું, અને પછી એમ્બ્યુલન્સને મેદાન પર લાવવામાં આવી. લગભગ 15 મિનિટ સુધી રમત રોકી દેવામાં આવી, જે દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ ચિંતિત જોવા મળ્યા. મેડિકલ ટીમે લુંગી એનગીડીને કાળજીપૂર્વક સ્ટ્રેચર પર ખસેડ્યો અને તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હવે લુંગી એનગીડીના સ્વાસ્થ્ય અંગે એક મોટો અપડેટ સામે આવ્યો છે.
લુંગી એનગીડીની હેલ્થને લઈને મોટું અપડેટ
રાહતની વાત એ છે કે લુંગી એનગીડીની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ તેને માથાનો દુખાવો અને ગરદનના દુખાવાની ફરિયાદ કરી હતી, પરંતુ ડોકટરોની દેખરેખ હેઠળ તેમની હાલતમાં સુધારો થયો છે. તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે.
આઈપીએલે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે દિલ્હી કેપિટલ્સના લુંગી એનગીડીનું માથું પંજાબ કિંગ્સ સામેની તેમની ટીમની મેચ દરમિયાન કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે જમીન પર પછડાયું હતું. માથાનો દુખાવો અને ગરદનના દુખાવાની ફરિયાદ બાદ, તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. લુંગી એનગીડીની હાલત સ્થિર છે અને તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો