IPL 2026ની 40મી મેચમાં માર્કસ સ્ટોઈનિસની વિસ્ફોટક બેટિંગનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. મુલ્લાનપુરમાં પ્રથમ બેટિંગ કરી રહેલા પંજાબ કિંગ્સ માટે અંતિમ ઓવરમાં માર્કસ સ્ટોઈનિસે રાજસ્થાનના બોલર્સ સામે એવી ધમાકેદાર ધૂમ મચાવી કે જે ફેન્સ લાંબા સમય સુધી યાદ રાખશે.
પંજાબ કિંગ્સના આ ઓલરાઉન્ડરે અંતિમ ઓવરમાં જોરદાર ધૂમ મચાવી, ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડી. પંજાબ કિંગ્સની ઈનિંગમાં ઓપનર પ્રભસિમરન સિંહ 14મી ઓવરના છેલ્લા બોલ પર રાજસ્થાનના યશ રાજ પુંજા દ્વારા કેચ આઉટ થયા બાદ માર્કસ સ્ટોઈનિસ બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. ત્યારબાદ સ્ટોઈનિસ મેદાન પર આવતાની સાથે જ તેની વિસ્ફોટક બેટિંગ શરૂ કરી.
માર્કસ સ્ટોઈનિસ 19 ઓવર સુધી બેટિંગ કરી, તેને 16 બોલમાં 38 રન બનાવ્યા. પછી છેલ્લી ઓવર આવી, જેમાં પંજાબના શક્તિશાળી ઓલરાઉન્ડરે બ્રિજેશ શર્માની ઓવરમાં 24 રન ફટકાર્યા. આ શાનદાર ઓવર સાથે તેને પોતાની ટીમને 222 રનના સ્કોર પર પહોંચાડી દીધી.
મુશ્કેલ સમયમાં ઈનિંગ સંભાળી
14 ઓવર પછી જ્યારે પંજાબ કિંગ્સનો સ્કોર 144/3 હતો ત્યારે માર્કસ સ્ટોઈનિસ ક્રીઝ પર આવ્યો. કેપ્ટન શ્રેયસ ઐયર તે સમયે ફોર્મમાં ન હતો, તેથી માર્કસ સ્ટોઈનિસે જવાબદારી લીધી અને ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં થોડો સમય લીધા પછી તેને યશ રાજ પુંજા સામે પોતાની પહેલી મોટી સિક્સર ફટકારી અને ક્યારેય પાછળ વળીને જોયું નહીં. ત્યારબાદ તેને નાંદ્રે બર્ગરની ઓવરમાં પણ જોરદાર રન બનાવ્યા.
છેલ્લી ઓવરોમાં મચાવી ધૂમ
માર્કસ સ્ટોઈનિસે છેલ્લી ઓવરની શરૂઆત ડોટ બોલથી કરી હતી, પરંતુ પછીના 5 બોલમાં સતત 5 બાઉન્ડ્રી ફટકારીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. તેને છેલ્લી ઓવરના બીજા બોલ પર ફોર અને ત્રીજા બોલ પર સિક્સર ફટકારી. તેને બીજા બોલ પર સિક્સર પણ ફટકારી. આ રીતે તેને ફક્ત 20 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી, જે તેના IPL કરિયરની સૌથી ઝડપી અડધી સદી છે. માર્કસ સ્ટોઈનિસ ઓવરના છેલ્લા 2 બોલમાં ફોર ફટકારવામાં સફળ રહ્યો. આમ પંજાબ સ્કોરબોર્ડ પર 200 થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો.
રાજસ્થાન તરફથી યશ પુંજાએ 2 વિકેટ લીધી, પરંતુ માર્કસ સ્ટોઈનિસના તોફાન સામે બધા બોલરો લાચાર હતા. માર્કસ સ્ટોઈનિસે 22 બોલમાં 62 રન બનાવ્યા. ઓપનર પ્રભસિમરન સિંહે 59 રનનું યોગદાન આપ્યું.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો