લખનૌ સુપર જાયન્ટ્સને IPL 2026ની તેમની મહત્વપૂર્ણ મેચમાં મોટો ફાયદો મળ્યો છે. ટીમના રૂપિયા 11 કરોડનો ફાસ્ટ બોલર, મયંક યાદવ, લાંબા સમય સુધી ઈજાને કારણે ટીમથી દૂર રહ્યા બાદ હવે પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો છે. એકાના સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તેમના સમાવેશથી LSGની બોલિંગ મજબૂત થશે.


BCCIએ આપી લીલીઝંડી

ઈજાને કારણે લગભગ 1 વર્ષ બહાર રહ્યા બાદ મયંક યાદવ પ્રોફેશનલ ક્રિકેટમાં પરત ફર્યો છે. ગયા વર્ષે મે મહિનામાં તેને કમરના નીચેના ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તે ત્યારથી રમતથી દૂર રહ્યો છે. પરંતુ તેને T20 વર્લ્ડકપ પહેલા યુએસએ અને નામિબિયા સામે ભારત A માટે કેટલીક પ્રેક્ટિસ મેચ રમી હતી, પરંતુ IPL 2026માં આ તેની પહેલી મેચ છે. BCCI તરફથી લીલીઝંડી મળ્યા છતાં LSG મેનેજમેન્ટે તેને રમતમાં ઉતાવળ ન કરવાનો નિર્ણય લીધો.

મયંકની ઈજાઓએ કરિયરને મુશ્કેલીમાં મૂક્યું

મયંકે IPL 2024માં પોતાની સ્પીડથી બધાને પ્રભાવિત કર્યા. તેને માત્ર 4 મેચમાં 7 વિકેટ લઈને પોતાની ક્ષમતા દર્શાવી અને 150 કિમી/કલાકથી વધુની ઝડપે બોલિંગ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું. આ પ્રદર્શનથી તેને ટીમ ઈન્ડિયા માટે T20Iમાં ડેબ્યૂ કરવાની તક મળી. પરંતુ ઈજાઓએ તેની કારકિર્દીને ભારે મુશ્કેલીમાં મૂકી છે અને તેને 2025 સીઝનમાં ફક્ત 2 મેચ રમી હતી.

આમ છતાં લખનૌએ તેને 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો. દિલ્હીના આ યુવા ફાસ્ટ બોલરમાં ટીમનો વિશ્વાસ સ્પષ્ટ છે, અને હવે તેની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી છે. રાજસ્થાન સામેની મેચમાં મયંકે આવેશ ખાનની જગ્યાએ પસંદગી કરી, જ્યારે ટીમમાં બીજો ફેરફાર કરવામાં આવ્યો, મણિમારન ​​સિદ્ધાર્થની જગ્યાએ દિગ્વેશ રાઠીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા, નંદ્રે બર્ગર.

લખનૌ સુપર જાયન્ટ્રસની પ્લેઈંગ ઈલેવન

મિચેલ માર્શ, આયુષ બદોની, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), નિકોલસ પૂરન, એડન માર્કરામ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, મોહસીન ખાન, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી, મયંક યાદવ.

રાજસ્થાન રોયલ્સના ઈમ્પેક્ટ પ્લેયર્સ

લુઆન-ડ્રે પ્રિટોરિયસ, રવિ સિંહ, યશરાજ પુંજા, શુભમ દુબે, તુષાર દેશપાંડે.

લખનૌ સુપર જાયન્ટ્રસના ઈમ્પેક્ટ પ્લેયર્સ

હિંમત સિંહ, જ્યોર્જ લિન્ડે, મણિમરણ સિદ્ધાર્થ, મેથ્યુ બ્રેટ્ઝકે, અબ્દુલ સમદ.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: