મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026માં પોતાની આગામી મેચ 16 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમશે. આ મેચ પહેલા મુંબઈની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
યુવા સ્પિન ઓલરાઉન્ડર અથર્વ અંકોલેકર ઈજાને કારણે ચાલુ IPL સીઝનમાંથી બહાર થઈ ગયો છે, અને તેના સ્થાને 21 વર્ષના પંજાબના ઓલરાઉન્ડર ક્રિશ ભગતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર સામેલ કરવામાં આવ્યો છે.
અથર્વ અંકોલેકર વિશે IPL રિલીઝ
IPL દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે મુંબઈ ઈન્ડિયન્સે અથર્વ અંકોલેકરના સ્થાને ક્રિશ ભગત સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે, જે ઈજાને કારણે IPL 2026માંથી બહાર થઈ ગયો છે. 21 વર્ષના ક્રિસ ભગતે પંજાબ માટે 7 ફર્સ્ટ-ક્લાસ મેચ અને 9 લિસ્ટ A મેચ રમી છે. તે રાઈટ હેન્ડ મિડયમ-ફાસ્ટ બોલર છે અને તેને લિસ્ટ A ક્રિકેટમાં અડધી સદી પણ ફટકારી છે. તે બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરી શકે છે.
અંડર-19 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો અથર્વ
ક્રિશ ભગતની વાત કરીએ તો તે ટીમમાં સંતુલન લાવે છે. તે બોલિંગ તેમજ લોઅર ઓર્ડરમાં બેટિંગ બંને કરી શકે છે. તે છેલ્લા 2 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સ ટ્રાયલનો ભાગ છે. તે 2026 ડીવાય પાટિલ T20 કપમાં રિલાયન્સ ટીમ માટે રમ્યો હતો અને સીઝનની શરૂઆતથી જ ટીમ સાથે સપોર્ટ બોલર રહ્યો છે. અંકોલેકર 2020માં ભારતની અંડર-19 વર્લ્ડકપ ટીમનો ભાગ હતો. અથર્વને બાંગ્લાદેશ સામે અંડર-19 એશિયા કપ ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ સતત 3 મેચ હારી ગયું
IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની જીત સાથે સીઝનની શરૂઆત થઈ હતી. ત્યારબાદ મુંબઈને દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે સતત 3 હારનો સામનો કરવો પડ્યો. મુંબઈ હાલમાં પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો