મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 99 રનથી હરાવ્યું. આ IPL 2026માં અત્યાર સુધીની રનથી સૌથી મોટી જીત છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરીને 199 રન બનાવ્યા.
મુંબઈ તરફથી તિલક વર્માએ 101 રનની સદી ફટકારી. જવાબમાં ગુજરાત સંપૂર્ણ 20 ઓવર રમી શક્યું નહીં અને 100 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
સૌથી મોટો જીત રેકોર્ડ
મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 99 રનથી હરાવ્યું. આઈપીએલ 2026માં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત માટે મુંબઈએ પંજાબ કિંગ્સને પાછળ છોડી દીધું છે. ગયા રવિવારે પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવ્યું હતું. પરંતુ હવે મુંબઈએ વર્તમાન સિઝનની સૌથી મોટી જીતનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
તિલક અને અશ્વિનીએ મચાવી ધૂમ
તિલક વર્મા અને અશ્વિની કુમાર મુંબઈની જીતના હીરો રહ્યા. પહેલા બેટિંગ કરવા ઉતરતા મુંબઈએ 3 વિકેટે 44 રન બનાવ્યા હતા. ત્યારથી તિલક વર્માએ એક છેડો અંત સુધી પકડી રાખ્યો, 45 બોલમાં 101 રન બનાવ્યા. તિલક હવે IPLમાં મુંબઈ માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવીને સનથ જયસૂર્યાના રેકોર્ડની બરાબરી કરી છે.
જ્યારે સ્કોર બચાવવાની વાત આવી ત્યારે જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને શરૂઆતના ઝટકા આપ્યા. આ દરમિયાન જસપ્રીત બુમરાહે IPL 2026માં પોતાની પહેલી વિકેટ પણ લીધી, જેમાં તેને ઈનિંગના પહેલા જ બોલ પર સાઈ સુદર્શનને આઉટ કર્યો.
અશ્વિની કુમારે પણ શાનદાર બોલિંગ કરી, 4 ઓવરમાં ફક્ત 24 રન આપ્યા અને 4 બેટ્સમેનોને આઉટ કર્યા. અલ્લાહ ગઝનફર અને મિચેલ સેન્ટનરે પણ સારી બોલિંગ કરી, 2-2 વિકેટ લીધી. મુંબઈ ઈન્ડિયન્સની 6 મેચમાં આ બીજી જીત હતી.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો