હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં સતત ત્રીજી IPL સીઝન રમી રહેલી 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે 19મી સીઝન એક દુઃસ્વપ્નથી ઓછી સાબિત થઈ નથી. 5 મેચ રમ્યા પછી, તેઓ ફક્ત 1 જ મેચ જીતી શક્યા છે, જેમાં સતત 4માં હારનો સામનો કરવો પડ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સના આ ખરાબ પ્રદર્શનનું સૌથી મોટું કારણ તેમના મેચ વિજેતા બોલર જસપ્રીત બુમરાહનું અત્યંત ખરાબ ફોર્મ છે, જે 5 મેચ રમ્યા પછી પણ 1 પણ વિકેટ લઈ શક્યો નથી. જસપ્રીત બુમરાહનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મેદાન પર ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે, જે સામાન્ય રીતે જોવા મળતો નથી.
બુમરાહ પોતાના ગુસ્સા પર કાબુ રાખી શક્યો નહીં
મુંબઈ ઈન્ડિયન્સ 12 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમી હતી. તેને 4 ઓવરમાં 35 રન આપ્યા હતા પરંતુ 1 પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારે તેની હતાશા જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા જસપ્રીત બુમરાહનો એક વીડિયોમાં જોવા મળે છે કે તે ઓવર પૂરી થયા પછી ગુસ્સાથી રન-અપ માર્કર ઉપાડીને જમીન પર જોરથી પછાડી રહ્યો છે.
ત્યારબાદ જસપ્રીત બુમરાહ પોતાની જાત સાથે બડબડાટ કરતો અને પછી ગુસ્સામાં હવામાં લાત મારતો જોવા મળે છે. જસપ્રીત બુમરાહના હાવભાવ જોઈને સ્પષ્ટ થાય છે કે તે વિકેટ ન મળવાથી કેટલો હતાશ છે.
મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં 9મા નંબરે
IPL 2026 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી 5 મેચ રમ્યા બાદ પોઈન્ટ ટેબલમાં 9મા નંબરે છે, સતત 4 મેચ હારી ચૂકી છે, જેમાં ફક્ત 2 પોઈન્ટ છે. તેથી જો મુંબઈ ઈન્ડિયન્સે ટોચના 4માં સ્થાન મેળવવું હોય તો આ સિઝનમાં તેમની બાકીની મેચો તેમના માટે મહત્વપૂર્ણ રહેશે. IPLની 19મી સીઝનમાં તેમનો આગામી મેચ 20 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ સામે રમાશે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો