IPL 2026ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 103 રનના મોટા માર્જિનથી હરાવ્યું. વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 208 રનનો ટાર્ગેટ આપ્યો, પરંતુ મુંબઈ 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 36 રન અને તિલક વર્માએ 37 રન બનાવ્યા, પરંતુ બાકીની ટીમ નિષ્ફળ રહી અને ટીમ માત્ર 19 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ. ચેન્નાઈ તરફથી અકીલ હુસૈને શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં સૌથી વધુ 4 વિકેટ લીધી. તેના સિવાય નૂર અહેમદે 2 વિકેટ લીધી, જ્યારે મુકેશ ચૌધરી, અંશુલ કંબોજ, જેમી ઓવરટન અને ગુર્જપનીત સિંહે 1-1 વિકેટ લીધી. આ IPL ઈતિહાસમાં ચેન્નાઈની સૌથી મોટી જીત છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી હાર છે. ચેન્નાઈની જીતના હીરો સંજુ સેમસન, અકીલ હુસૈન અને નૂર અહેમદ હતા. સંજુ સેમસને પહેલા 101 રનની શાનદાર સદી ફટકારી. આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ અને તેમનો નેટ રન રેટ પણ પોઝીટીવ થયો. 


  • Follow us on: