IPL 2026 સીઝનની 33મી લીગ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેવામાં મોડું કર્યું નહીં.


આ મેચમાં ફેન્સની નજર મુખ્યત્વે CSKના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીની વાપસી પર હતી, જે થોડા સમય માટે સખત પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. CSKએ આ મેચ માટે તેના પ્લેઈંગ 11માં કેટલાક ફેરફાર કર્યા છે, પરંતુ ધોની તેમાં પરત ફર્યો નથી. આ મેચ માટે એમએસ ધોની વાનખેડે સ્ટેડિયમ પણ પહોંચ્યો ન હતો.

એમએસ ધોની અહીં નથી

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રસાકસીભરી રહી છે. પરિણામે, બધાની નજર આ મેચ પર છે. ધોનીની વાત કરીએ તો આ બીજી વખત છે જ્યારે ધોની સીએસકે તરફથી રમતી વખતે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ ચૂકી ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના વર્તમાન કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ પર ખુલાસો કર્યો હતો કે ધોની મેચ માટે વાનખેડે સ્ટેડિયમ પણ પહોંચ્યો ન હતો.

સીઝનની શરૂઆત પહેલા એમએસ ધોનીને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી, અને તે હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચના એક દિવસ પહેલા સીએસકેએ સ્પષ્ટ કર્યું હતું કે મેચના દિવસે ધોનીને રમાડવો કે નહીં તે અંગેનો નિર્ણય તેની ફિટનેસનું મૂલ્યાંકન કર્યા પછી લેવામાં આવશે.

રોહિત શર્મા પણ આ મેચનો ભાગ નથી

સીએસકે સામેની મેચમાં બધાની નજર રોહિત શર્મા પર હતી, તેઓ વિચારી રહ્યા હતા કે શું તે હેમસ્ટ્રિંગની ઈજા બાદ પરત ફરશે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ સમયે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર ન કરવાની જાહેરાત કર્યા પછી, સ્પષ્ટ કર્યું કે રોહિત આ મેચનો પણ ભાગ રહેશે નહીં. રોહિત શર્માને આરસીબી સામેની મેચમાં હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી, જેના કારણે આ તેની સતત ત્રીજી મેચ બની હતી જેમાં તે બહાર થઈ ગયો છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: