IPL 2026માં સતત ચાર હારનો સામનો કર્યા પછી મુંબઈ ઇન્ડિયન્સે આખરે સિઝનની બીજી જીત મેળવી. તેમને ગુજરાત ટાઈટન્સને 99 રનથી હરાવ્યું. IPL ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ આ ગુજરાતનો સૌથી મોટી હાર છે.


અગાઉ IPLમાં ગુજરાતનો સૌથી મોટી હાર 2025માં ચેન્નાઈ સામે આવી હતી. તે મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે GT ને 83 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ગુજરાતના બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. IPLમાં ગુજરાતનો આટલો ખરાબ દેખાવ પહેલીવાર થયો છે.

200 રનના ટાર્ગેટનો બચાવ કરતી વખતે મુંબઈનો રેકોર્ડ મજબૂત

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો 200 કે તેથી વધુના ટાર્ગેટનો બચાવ કરવાનો રેકોર્ડ મજબૂત છે. મુંબઈએ અત્યાર સુધી 20 IPL મેચોમાં 200 કે તેથી વધુ ટાર્ગેટનો બચાવ કર્યો છે, જેમાંથી 19 મેચમાં જીત મેળવી છે અને ફક્ત 1માં હારનો સામનો કરવો પડ્યો છે. આ મુંબઈ ઈન્ડિયન્સનો IPLમાં રનની દૃષ્ટિએ ચોથો સૌથી મોટો વિજય છે. અમદાવાદમાં GT સામેની 5 મેચમાં MIનો આ પહેલો વિજય છે.

આઈપીએલમાં રનના હિસાબે મુંબઈનો સૌથી મોટી જીત

IPLમાં રનની દ્રષ્ટિએ મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી મોટો વિજય 2017માં દિલ્હી કેપિટલ્સ સામે હતો, જેમાં તેમને 146 રનથી હરાવ્યા હતા. તેમનો બીજો સૌથી મોટો વિજય 2018માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હતો, જેમાં તેઓ KKR સામે 102 રનથી હારી ગયા હતા. તેમનો ત્રીજો સૌથી મોટો વિજય 2025માં રાજસ્થાન રોયલ્સ સામે હતો, જ્યાં તેઓ 100 રનથી જીત્યા હતા.

IPLમાં MI ની સૌથી મોટી જીત (રન દ્વારા)

146 Vs DC, દિલ્હી, 2017

102 Vs KKR, કોલકાતા, 2018

100 Vs RR, જયપુર, 2025

99 Vs GT, અમદાવાદ, 2026*

98 Vs DC, દિલ્હી, 2010

આવી રહી મેચની સ્થિતિ

મેચની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા તિલક વર્માની સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 45 બોલમાં અણનમ 101 રન બનાવ્યા હતા. જવાબમાં જીટીની ટીમ 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં મુંબઈ માટે અશ્વિની કુમારે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે આઈપીએલમાં આ પાંચમી વખત હતું જ્યારે જીટીની ટીમ ઓલઆઉટ થઈ હતી.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો


  • Follow us on: