IPL 2026માં 20 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ સામે 99 રનથી જીત મેળવી હતી. સતત 4 મેચ હાર્યા બાદ, હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘણા લોકો જસપ્રીત બુમરાહને પહેલી ઓવર ન આપવાથી નાખુશ હતા.
જસપ્રીત બુમરાહે આખરે ગુજરાત ટાઈટન્સ સામે પહેલી ઓવર ફેંકી અને વિકેટ લીધી. હવે હાર્દિકે આને લઈને વાત કરી છે અને તેના ટ્રોલર્સને યોગ્ય જવાબ આપ્યો છે.
'મારી સમસ્યા નથી...'
મેચ પછીના પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન હાર્દિક પંડ્યાને જસપ્રીત બુમરાહને પહેલી ઓવર આપવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. હાર્દિકે સમજાવ્યું કે બુમરાહ ઘણા વર્ષોથી ઈનિંગની પહેલી ઓવર ફેંકી નથી. તે તેની ભૂલ નથી. દરેક વ્યક્તિ બુમરાહ જેવા બોલરને બચાવવા માગે છે.
ટ્રોલર્સને જવાબ આપતા તેમને કહ્યું કે "ઘણા લોકોએ મને પૂછ્યું છે કે જસપ્રીત બુમરાહ પહેલી બોલિંગ કેમ નથી કરતો. તેને લગભગ 140 મેચોમાં ફક્ત 7-8 વાર પહેલી ઓવર ફેંકી છે. આ હાર્દિક પંડ્યા સાથે સમસ્યા નથી. આ દરેક સાથે સમસ્યા છે."
તિલક વર્મા માટે પ્રશંસાના પુલ
હાર્દિક પંડ્યાએ તિલક વર્માની સદીની પ્રશંસા કરી. તેને કહ્યું કે "સંદેશ સ્પષ્ટ છે. તિલક વર્મામાં અપાર પ્રતિભા છે અને તેમને ચિંતા કરવાની જરૂર નથી. તેને ફક્ત બોલ જોવાની અને શોટ મારવાની જરૂર છે. હવે તેમના માટે સારું પ્રદર્શન કરવાનો સમય છે. તે તેમના માટે ટીમ માટે અને મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું."
અમદાવાદની જીત પર હાર્દિક પંડ્યાએ શું કહ્યું?
મુંબઈ ઈન્ડિયન્સે અમદાવાદમાં પહેલી વાર ગુજરાત ટાઈટન્સને હરાવ્યું. જીત વિશે બોલતા હાર્દિક પંડ્યાએ કહ્યું કે "ઘરની બહાર જીતવું હંમેશા મુશ્કેલ હોય છે. અમદાવાદ અમારા માટે મુશ્કેલ સ્થળ છે. આ ક્ષણ ખૂબ જ ખાસ લાગે છે કારણ કે તેની ખૂબ જરૂર હતી. આશા છે કે આ મેચ અમારા માટે પરિસ્થિતિ બદલી નાખશે."
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો