12 એપ્રિલ સંગીત પ્રેમીઓ માટે ખૂબ જ દુઃખદ સમાચાર લઈને આવ્યો કારણ કે આશા ભોંસલે, જેમણે પોતાની ગાયકીથી આખી દુનિયાને મોહિત કરી દીધી હતી, તેમનું 92 વર્ષની વયે અવસાન થયું.
11 એપ્રિલે હાર્ટ એટેક આવતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ સતત તબીબી દેખરેખ હેઠળ હતા. આશા ભોંસલેના નિધન પર ક્રિકેટ જગતે પણ શોક વ્યક્ત કર્યો હતો અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહેલી IPL 2026 સીઝનની 20મી મેચમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ખેલાડીઓ બ્લેક પટ્ટી પહેરીને રમવા માટે બહાર આવ્યા
મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહેલી મેચ શરૂ થાય તે પહેલાં સ્ટેડિયમમાં હાજર તમામ ફેન્સ અને બંને ટીમોના ખેલાડીઓએ આશા ભોંસલેના નિધન પર એક મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય મુંબઈ અને આરસીબી બંને ટીમોના ખેલાડીઓ આ મેચમાં શોક વ્યક્ત કરવા માટે બ્લેક પટ્ટી પહેરીને મેદાન પર રમવા આવ્યા.
આશા ભોંસલેની સિંગિંગમાં દરેક વ્યક્તિ ફેન હતા, ભારતીય ખેલાડીઓને પણ તેમના ગીતો ખૂબ ગમતાં હતા, આ સાથે ઘણા ખેલાડીઓ તેમના મોટા ફેન પણ હતા. આશા ભોંસલેના નિધન પછી ઘણા ભારતીય ખેલાડીઓએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું.
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી
આ મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મુંબઈ ઈન્ડિયન્સે તેમના પ્લેઈંગ ઈલેવનમાં 2 ફેરફાર કર્યા, જેમાં એમ. ગઝનફર અને દીપક ચહરની જગ્યાએ મિચેલ સેન્ટનર અને મયંક માર્કન્ડેને સામેલ કરવામાં આવ્યા. આ દરમિયાન RCBએ જોશ હેઝલવુડની જગ્યાએ જેકબ ડફીનો સામેલ કર્યો છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો