સનરાઈઝર્સ હૈદરાબાદે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટથી હરાવ્યું. આ સિઝનમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈનો આ ચોથી હાર હતી. એકંદરે, આ સિઝનમાં મુંબઈનો છઠ્ઠો પરાજય હતો. હાઈ-સ્કોરિંગ મેચમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા. ઓપનર રાયન રિકલ્ટને સદી ફટકારી, 55 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 123* રન બનાવ્યા. પરંતુ રયાન રિકલ્ટનની ઈનિંગ વિજય સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહી. ટાર્ગેટ પીછો કરતા, હૈદરાબાદે માત્ર 18.4 ઓવરમાં 249/4 રન બનાવ્યા. હૈદરાબાદ તરફથી ટ્રેવિસ હેડ અને હેનરિક ક્લાસેનએ શાનદાર અડધી સદી ફટકારી. હેડે 76 રન બનાવ્યા, જ્યારે ક્લાસેન અણનમ 65 રન બનાવ્યા. અભિષેક શર્માએ 45 રન, નીતિશ રેડ્ડીએ 21 રન અને સલિલ અરોરાએ અણનમ 30 રનનું યોગદાન આપ્યું. મુંબઈ તરફથી અલ્લાહ ગઝનફરે 2 વિકેટ લીધી, જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી.

FIFA World Cup 2026 : જાપાને એકતરફી મેચમાં ટ્યુનિશિયાને 4-0 થી હરાવ્યું









