મુંબઈ ઈન્ડિયન્સે અથર્વ અંકોલેકરના સ્થાને ક્રિશ ભગતને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. IPL 2026 શરૂ થાય તે પહેલાં અથર્વ અંકોલેકરને ઘૂંટણની ઈજા થઈ હતી , જેના કારણે તે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો હતો. 4 મેચ રમ્યા બાદ મુંબઈએ ક્રિશ ભગતને તેમની ટીમમાં સામેલ કર્યો છે, ફ્રેન્ચાઈઝીએ ગુરુવારે સત્તાવાર રીતે જાહેરાત કરી.


મુંબઈ ઈન્ડિયન્સનો અત્યાર સુધીનો પ્રવાસ મુશ્કેલ રહ્યો છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમે ફક્ત 1 જ મેચ જીતી છે. વર્તમાન સીઝનમાં પોતાની પહેલી મેચ જીત્યા બાદ તેઓ સતત 3 મેચ હારી ગયા છે.

ઓપનર રોહિત શર્માને પણ છેલ્લી મેચમાં ઈજા થઈ હતી, અને એવું માનવામાં આવે છે કે તે પંજાબ કિંગ્સ સામેની મેચમાંથી બહાર થઈ શકે છે. આ પહેલા MI એ ક્રિશ ભગતને રિપ્લેસમેન્ટ તરીકે તેમની ટીમમાં સામેલ કર્યો હતો.

કોણ છે ક્રિશ ભગત?

21 વર્ષનો ક્રિશ ભગત એક રાઈટ હેન્ડ ઓલરાઉન્ડર છે જે સ્થાનિક ક્રિકેટમાં પંજાબનું પ્રતિનિધિત્વ કરે છે. તે જમણા હાથના ઝડપી બોલર તરીકે ટીમમાં વિવિધતા લાવી શકે છે અને લોઅર ઓર્ડરના બેટ્સમેન તરીકે પણ યોગદાન આપી શકે છે. તે છેલ્લા 2 વર્ષથી મુંબઈ ઇન્ડિયન્સના ટ્રાયલનો ભાગ રહ્યો છે.

T20 કપમાં રિલાયન્સ ટીમ માટે રમ્યો છે ક્રિશ ભગત

ક્રિશ ભગત આ વર્ષે ડીવાય પાટિલ T20 કપમાં રિલાયન્સ ટીમ માટે રમ્યો હતો. તે પ્રી-સીઝનથી સપોર્ટ બોલર તરીકે ટીમ સાથે છે. મુંબઈ ઈન્ડિયન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "ક્રિશે સતત કોચિંગ સ્ટાફને તેના સમર્પણ, તેના કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને દરેક સેશન અને પ્રેક્ટિસ મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે."

ક્રિશ ભગતના રેકોર્ડમાં 7 ફર્સ્ટ-ક્લાસ મેચોની 10 ઈનિંગમાં 145 રનનો સમાવેશ થાય છે. તેને 9 લિસ્ટ A મેચોની 3 ઈનિંગમાં 52 રન બનાવ્યા છે. તેને ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 7 વિકેટ અને લિસ્ટ A મેચોમાં 9 વિકેટ લીધી છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: