IPL 2026 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનર ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે, જેની સીધી અસર મુંબઈની રણનીતિ પર પડશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ દરમિયાન મિચેલ સેન્ટનરને ખભામાં ઈજા થઈ હતી. બાઉન્ડ્રી નજીક બોલ પકડવાનો પ્રયાસ કરતી વખતે તેને આ ઈજા થઈ હતી, જેના પછી તે હવે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે.
મુંબઈએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
મુંબઈ ઈન્ડિયન્સે સેન્ટનરના સ્થાને સાઉથ આફ્રિકાના અનુભવી સ્પિનર કેશવ મહારાજને સાઈન કર્યો છે. આઈપીએલ દ્વારા 27 એપ્રિલના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. આઈપીએલે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સે મિચેલ સેન્ટનરના સ્થાને સાઉથ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજને સાઈન કર્યો છે, જે ડાબા ખભાની ઈજાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026માંથી બહાર થઈ ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે એમઆઈની છેલ્લી ઘરઆંગણેની મેચ દરમિયાન બાઉન્ડ્રી નજીક કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે સેન્ટનરને આ ઈજા થઈ હતી.
મિચેલ સેન્ટનરની ગેરહાજરી મુંબઈ ઈન્ડિયન્સ માટે એક મોટી ખોટ માનવામાં આવે છે, કારણ કે તે બેટ અને બોલ બંનેમાં મુખ્ય યોગદાન આપતો હતો. કેશવ મહારાજ ટીમ પર કેટલો પ્રભાવ પાડી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.
ઓક્શનમાં કેશવ મહારાજ અનસોલ્ડ રહ્યો
ખરીદદાર ન મળતાં કેશવ મહારાજ IPL 2026ના ઓક્શનમાં વેચાયા વિના રહ્યો. મુંબઈ ઈન્ડિયન્સે હવે તેને 75 લાખ રૂપિયામાં સાઈન કર્યો છે. કેશવ મહારાજ અગાઉ રાજસ્થાન રોયલ્સ માટે રમી ચૂક્યો છે, 2008ની ચેમ્પિયન ટીમ માટે 2024માં 2 મેચ રમી હતી. તે મેચોમાં તેને 2 વિકેટ લીધી હતી અને 6 ઓવરમાં 39 રન આપ્યા હતા.
IPL 2026 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, રોબિન મિન્ઝ, શેરફેન રધરફોર્ડ, રિયાન રિકલ્ટન, ક્વિન્ટન ડી કોક, દાનિશ માલેવાર, તિલક વર્મા, નમન ધીર, કેશવ મહારાજ, રાજ અંગદ બાવા, અથર્વ અંકોલેકર, મયંક રાવત, કાર્બિન બોશ, વિલ જેક્સ, શાર્દુલ ઠાકુર, ટ્રેન્ટ બોલ્ટ, મયંક માર્કંડેય, દીપક ચાહર, અશ્વિની કુમાર, રઘુ શર્મા, મોહમ્મદ ઈઝહર, એએમ ગઝનફર, જસપ્રીત બુમરાહ.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો