ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 38મી લીગ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને LSK ટીમના કેપ્ટન રિષભ પંતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેના લેફ્ટ હેન્ડના ફાસ્ટ બોલર મોહસીન ખાને સંપૂર્ણપણે સાચો સાબિત કર્યો હતો.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા KKR ટીમ 20 ઓવરમાં માત્ર 155 રનનો સ્કોર જ બનાવી શકી હતી, જેમાં એક સમયે તેમને 73 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ રિંકુ સિંહે અડધી સદીની ઈનિંગ રમીને પોતાની ટીમનું સન્માન ચોક્કસપણે બચાવ્યું હતું.
આ મામલે મોહસીન ખાન LSG તરફથી ફક્ત ત્રીજો બોલર બન્યો
લખનૌ સુપર જાયન્ટ્સનો સભ્ય 27 વર્ષનો લેફ્ટ ફાસ્ટ બોલર મોહસીન ખાને આ મેચમાં બોલથી ધૂમ મચાવી હતી, એકલા હાથે KKR ટીમના અડધા ખેલાડીઓને આઉટ કર્યા હતા, તેના 4 ઓવરના સ્પેલમાં ફક્ત 23 રન આપ્યા હતા.
મોહસીન ખાને ટિમ સાઈફર્ટ, અજિંક્ય રહાણે, રોવમેન પોવેલ, કેમેરોન ગ્રીન અને અનુકુલ રોયની વિકેટ લીધી હતી, જેનાથી કોલકાતા નાઈટ રાઈડર્સના ટોપ-ઓર્ડરનું મનોબળ ખરાબ થયું હતું. મોહસીન ખાન હવે IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતી વખતે 5 વિકેટ લેનાર ફક્ત ત્રીજો બોલર બન્યો છે.
મોહસીન પહેલા, માર્ક વુડે 2023 માં દિલ્હી કેપિટલ્સ સામે 14 રન આપીને 5 વિકેટ લીધી હતી, જ્યારે યશ ઠાકુરે 2024 ની IPL સીઝનમાં ગુજરાત ટાઈટન્સ સામે 30 રન આપીને 5 વિકેટ લીધી હતી.
રિંકુ સિંહે KKR ને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું
મોહસીન ખાને ઈનિંગની 11મી ઓવર સુધીમાં 4 ઓવરનો ક્વોટા ફેંકી દીધો હતો, જેના કારણે KKR પાસે તે સમયે ફક્ત 73 રન અને 6 વિકેટ હતી. ત્યારબાદ રિંકુ સિંહે એક છેડેથી ઈનિંગને મજબૂત બનાવી, 51 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે શાનદાર અણનમ 83 રન બનાવ્યા. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે KKR માટે આ મેચ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો