ફેન્સ IPL 2026માં એમએસ ધોનીને જોવા માટે ઉત્સુક છે. ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝનમાં 6 મેચ રમી છે, પરંતુ ઈજાને કારણે ધોની ગેરહાજર રહ્યો છે. ધોની મેચો માટે મેદાન પર જોવા મળતો નથી, પરંતુ પ્રેક્ટિસ દરમિયાન તે નિયમિતપણે મેદાન પર જોવા મળે છે. આ દરમિયાન ધોનીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે બિહારી ઉચ્ચારણમાં બોલતો જોઈ શકાય છે.


મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર ધોનીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે MIના ફાસ્ટ બોલર દીપક ચહર સાથે વાત કરતો જોવા મળે છે. વીડિયોમાં ધોની કેમેરા જોતા જ બિહારી ઉચ્ચારણમાં બોલે છે. ધોનીની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ ગમી છે.

ધોનીએ શું કહ્યું?

વીડિયોમાં ધોનીએ દીપક ચહરને કહ્યું કે "તું કેમેરા લઈને આવ્યો હતો..." ચહરે કેમેરામેનને કહ્યું કે "અરે ભાઈ, ચાલ્યો જા." પછી માહીએ ઉમેર્યું કે "હા, નહીં તો આપણે (કેમેરામેનના કારણે) વાત કરી શકીશું નહીં." તમને જણાવી દઈએ કે ધોનીએ આ સ્ટાઈલમાં બોલવાનો આ પહેલો પ્રસંગ ન હતો. તે પહેલા પણ ઘણી વખત બિહારી સ્ટાઈલમાં બોલતો જોવા મળે છે. એમએસ ધોનીની આ સ્ટાઈલ ફેન્સમાં ખૂબ જ પ્રિય છે.


ક્યારે છે ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ?

ચેન્નઈ પોતાની આગામી સાતમી મેચ, ગુરુવારે એટલે કે 23 એપ્રિલ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં એમએસ ધોનીની વાપસીની વ્યાપક અપેક્ષા છે. આ મેચમાં ધોની સિઝનની પોતાની પહેલી મેચ રમી શકશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

તમને જણાવી દઈએ કે એમએસ ધોનીએ અત્યાર સુધીમાં તેના IPL કરિયરમાં 278 મેચ રમી છે. 242 ઈનિંગમાં બેટિંગ કરતા તેને 38.30 ની એવરેજ અને 137.45 ના સ્ટ્રાઈક રેટથી 5,439 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેને 24 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: