બધા ફેન્સ IPL 2026 ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આ મેચ કરતાં વધુ ઝડપી બોલર મુકેશ ચૌધરી શહેરની ચર્ચામાં છે.
ચેન્નાઈના સ્ટાર બોલર મુકેશ ચૌધરી પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. તેની માતા દેવીનું મંગળવાર 21 એપ્રિલના રોજ અવસાન થયું. તેમ છતાં મુકેશ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ રમવા માટે 2 દિવસ પછી જ મેદાનમાં પરત ફર્યો.
અંતિમ સંસ્કાર કર્યા બાદ ટીમ સાથે જોડાયો
18 એપ્રિલના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સને SRH સામે 10 રનથી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ મુકેશ રાજસ્થાનના ભીલવાડામાં પોતાના ઘરે જવા રવાના થયો. તેને તેના મોટા ભાઈ સાથે મળીને પોતાની માતાના અંતિમ સંસ્કાર કર્યા. ત્યારબાદ મુકેશ મુંબઈ જવા રવાના થયો, જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ મેચ ચાલી રહી છે.
મુકેશ ચૌધરીની માતાના મૃત્યુ પહેલા મુંબઈની ટાટા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર છે. આ દુઃખના સમયમાં એમએસ ધોની મુકેશના સતત સંપર્કમાં રહ્યા અને તેમની માતાના સ્વાસ્થ્યની પૂછપરછ કરવા માટે હોસ્પિટલની મુલાકાત પણ લીધી. મુકેશે અગાઉ IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ફક્ત 1 જ મેચ રમી હતી, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં તેને 2 વિકેટ લીધી હતી. મુકેશ ચૌધરીની માતા લાંબા સમયથી બીમાર હતી, જેના કારણે તેમનું નિધન થયું.
ફ્રેન્ચાઈઝીએ વ્યક્ત કર્યો શોક
IPL 2026 સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ કાળી આર્મબેન્ડ પહેરીને મેદાનમાં ઉતર્યો હતો. આનાથી ફેન્સમાં સવાલ ઉઠ્યો છે કે કેપ્ટન અને અન્ય ખેલાડીઓ બ્લેક આર્મબેન્ડ કેમ પહેર્યો છે. આનું કારણ એક ખેલાડીની માતાના અવસાન સાથે જોડાયેલું છે, જેના માટે ફ્રેન્ચાઈઝીએ શોક વ્યક્ત કર્યો.
મુકેશ ચૌધરીનું IPL કરિયર
મુકેશ ચૌધરીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે નેટ બોલર તરીકે પ્રવેશ કર્યો હતો. તેને 2022 માં તેની ડેબ્યૂ તકનો બેસ્ટ ઉપયોગ કર્યો હતો, 13 મેચમાં 16 વિકેટ લીધી હતી. તેને 2023 સીઝન માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 2024 સીઝનમાં ફક્ત 1 જ મેચ રમી હતી. તેને IPL 2025 માં પણ ઘણી તકો મળી ન હતી. હવે ચેન્નાઈ સુપર કિંગ્સે તેના પર વિશ્વાસ મૂક્યો છે. અત્યાર સુધીમાં, તેને તેની 17 મેચના IPL કરિયરમાં 19 વિકેટ લીધી છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો