IPL ઓરેન્જ કેપને લઈને જોરદાર ટક્કર ચાલી રહી છે. દરેક મેચ પછી તે બદલાય છે. બેટ્સમેનોના રનમાં બહુ ફરક નથી, તેથી દરેક મેચ પછી આંકડા બદલાય છે.
આ દરમિયાન વિરાટ કોહલીએ હવે ટોપનું સ્થાન સંભાળી લીધું છે, જેનાથી વિશ્વભરના અન્ય બેટ્સમેનોને ઘણા પાછળ છોડી દીધા છે. પરંતુ ટોપ 5 ખેલાડીઓ પર નજર નાખતા ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ જોવા મળે છે.
વિરાટ કોહલીએ IPL 2026માં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવ્યા
વિરાટ કોહલી હવે IPL 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેને અત્યાર સુધી 5 મેચમાં 228 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ રન 57 ની એવરેજ અને 158.33 ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 25 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે. બુધવારે RCB અને LSG વચ્ચેની મેચમાં વિરાટ કોહલીએ 49 રન બનાવ્યા અને બીજી અડધી સદી સુધી પહોંચી શક્યો નહીં. તે આ મેચ માટે સંપૂર્ણપણે ફિટ ન હતો, તેથી તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા આવ્યો.
હેનરિક ક્લાસેન બીજા નંબરે પહોંચ્યો
આ દરમિયાન સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં હેનરિક ક્લાસેન વિરાટ કોહલી પછી બીજા નંબરે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ક્લાસેન અત્યાર સુધી 5 મેચમાં 224 રન બનાવી ચૂક્યા છે. આનો અર્થ એ થયો કે વિરાટ કોહલી ક્લાસેનથી માત્ર 4 રન આગળ છે. ક્લાસેન 44.80 ની એવરેજ અને 142.68 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી ચૂક્યો છે. ક્લાસેન 13 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે.
રજત પાટીદાર, ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશી પણ ટોપ 5માં
રજત પાટીદારની વાત કરીએ તો તે ત્રીજા નંબરે છે. આરસીબીના કેપ્ટને 5 મેચમાં 222 રન બનાવ્યા છે. તેને 55.50 ની એવરેજ અને 213.46 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. તેને અત્યાર સુધીમાં 12 ચોગ્ગા અને 21 છગ્ગા ફટકાર્યા છે. ઈશાન કિશન આ લિસ્ટમાં ચોથા નંબરે છે. તેને પાંચ મેચમાં 213 રન બનાવ્યા છે. તેના નામે 22 ચોગ્ગા અને 12 છગ્ગા છે. વૈભવ સૂર્યવંશી હવે 5મા નંબરે પહોંચી ગયો છે. તેને 5 મેચમાં 200 રન બનાવ્યા છે. તેની એવરેજ 40 છે અને તે 263.16 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. વૈભવે અત્યાર સુધીમાં 18 ચોગ્ગા અને 18 છગ્ગા ફટકાર્યા છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો