સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL 2026ની મેચ રમાઈ હતી.હૈદરાબાદે આ મેચ પાંચ વિકેટથી જીતી હતી.પરંતુ તે પહેલાં,વૈભવ સૂર્યવંશીનું મેદાન પર વિસ્ફોટક પ્રદર્શન સ્પષ્ટ દેખાતું હતું, તેણે માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર અને હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ વૈભવની બેટિંગથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
કમિન્સે સૂર્યવંશીની કરી પ્રશંસા
કમિન્સે 15 વર્ષીય સૂર્યવંશીની પ્રશંસા કરી અને તેને પોતાનો નવો પ્રિય ખેલાડી પણ ગણાવ્યો.પેટ કમિન્સે કહ્યું,તે હવે મારો પ્રિય ખેલાડી છે.તે બોલને ખૂબ જ જોરથી ફટકારે છે,તે જોવામાં ખૂબ જ સારું લાગે છે. બોલરોએ ખૂબ જ સચોટ બોલિંગ કરવી પડે છે, નહીં તો બોલ ખૂબ જ દૂર જાય છે. તે ખૂબ જ પ્રભાવશાળી છે અને તેની કારકિર્દીની શરૂઆત શાનદાર રહી છે.તેણે પોતાની ઇનિંગમાં 12 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા.તેની શાનદાર ઇનિંગ 14મી ઓવરમાં સમાપ્ત થઈ, જેમાં રાજસ્થાનનો સ્કોર 170-3 હતો. વૈભવે 37 બોલમાં 103 રન બનાવ્યા.
હૈદરાબાદના ખેલાડીઓ વૈભવના શોટથી ખૂબ જ આશ્ચર્યચકિત થયા
આમાં તેને પેટ કમિન્સના બોલ પર શાનદાર સિક્સ પણ ફટકારી. આ મેચમાં યશસ્વી જયસ્વાલ સાથે વૈભવ સૂર્યવંશીએ ઈનિંગની શરૂઆત કરી. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી પહેલી ઓવર ફેંકી રહેલા પ્રફુલ હિંગે ફેંકેલા પહેલા બોલ પર યશસ્વી જયસ્વાલે એક સિંગલ લીધો. ત્યારબાદ સૂર્યવંશીએ બીજા બોલનો સામનો કર્યો પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો
વૈભવએ જસપ્રીત બુમરાહ,જોશ હેઝલવુડ અને હવે પેટ કમિન્સનો કર્યો સામનો
IPL 2026 સીઝનમાં મોટાભાગની નજર વૈભવ સૂર્યવંશી પર છે, જેમાં તેને અત્યાર સુધી તેની આક્રમક રમતથી બધાને પ્રભાવિત કર્યા છે.વૈભવ સૂર્યવંશીએ જસપ્રીત બુમરાહ, જોશ હેઝલવુડ અને હવે પેટ કમિન્સનો સામનો કર્યો, જે વિશ્વ ક્રિકેટના વર્તમાન સૌથી આક્રમક બોલરોમાંના એક છે અને હવે તેને IPLમાં તેના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી છે.વૈભવ સૂર્યવંશી છેલ્લી કેટલીક ઈનિંગ્સમાં પોતાનો જાદુ બતાવી શક્યો ન હતો,પરંતુ હવે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં તેની બેટિંગ કુશળતા ફરીથી જોવા મળી.
આ પણ વાંચો - CSK vs GT: ગુજરાત ટાઇટન્સ સામે ચેપોકમાં રમશે ધોની? જાણો લેટેસ્ટ અપડેટ