IPL 2026ની મધ્યમાં પેટ કમિન્સની વાપસી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન અને વિશ્વના બેસ્ટ ફાસ્ટ બોલરોમાંના એક કમિન્સ ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરી શકે છે, પરંતુ બધું તેના ફિટનેસ ટેસ્ટ પર નિર્ભર રહેશે.

મીડિયા રિપોર્ટ મુજબ પેટ કમિન્સ 15 એપ્રિલે ઓસ્ટ્રેલિયામાં ફિટનેસ ટેસ્ટ આપશે. જો તે તેમાં પાસ થાય છે, તો તે 17 એપ્રિલે ભારત પરત ફરી શકે છે. તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ટૂંક સમયમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતો જોવા મળશે. ટીમની આગામી મેચ 18 એપ્રિલે છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી NOCની જોઈ રહ્યા છીએ રાહ

IPL 2026 સીઝન શરૂ થાય તે પહેલાં જ પેટ કમિન્સે સંકેત આપ્યો હતો કે તે ટુર્નામેન્ટના બીજા ભાગમાં પાછો ફરી શકે છે. તેને કહ્યું કે તે દર ત્રીજા દિવસે બોલિંગ કરી રહ્યો છે અને સીઝનના મધ્ય સુધીમાં સંપૂર્ણપણે ફિટ થવાની યોજના ધરાવે છે. પેટ કમિન્સ 27 માર્ચે ભારત આવ્યો હતો અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની પહેલી મેચ માટે ટીમ સાથે હતો.

પરંતુ 2 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ પછી તે ઓસ્ટ્રેલિયા પાછો ફર્યો. તેની ગેરહાજરીમાં ઈશાન કિશન ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી NOC મેળવવાને લઈને હજુ પણ સસ્પેન્સ છે, કારણ કે બોર્ડ તેના કાર્યભાર અંગે ખૂબ કડક રહ્યું છે.

SRHની બોલિંગ મજબૂત બનશે

આ દરમિયાન હૈદરાબાદને યુવા બોલરો પ્રફુલ હિંગ અને શાકિબ હુસૈન પાસેથી ઘણી આશાઓ છે, જેમને પોતાની ડેબ્યૂ મેચમાં 4-4 વિકેટ લઈને ટીમને મજબૂત બનાવી હતી. જો પેટ કમિન્સ પરત ફરે છે, તો સનરાઈઝર્સ હૈદરાબાદની બોલિંગ વધુ ખતરનાક બની શકે છે. વધુમાં મિચેલ સ્ટાર્ક, કેમેરોન ગ્રીન અને જોશ હેઝલવુડ જેવા ખેલાડીઓના NOC અને વર્કલોડ મેનેજમેન્ટ અંગે ચર્ચાઓ ચાલુ છે. જો બધું યોજના મુજબ ચાલે છે, તો પેટ કમિન્સનું વાપસી સનરાઈઝર્સ હૈદરાબાદ માટે સિઝનમાં એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2026માં અત્યાર સુધીમાં 5 મેચ રમી છે, જેમાં 2માં જીત અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. SRH હાલમાં 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો