IPL 2026ની 29મી મેચમાં પંજાબ કિંગ્સના બેટ્સમેનોએ રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું. પ્રિયાંશ આર્ય અને કૂપર કોનોલીની વિસ્ફોટક ઈનિંગે લખનૌ સુપર જાયન્ટ્સના બોલિંગ વિભાગને નષ્ટ કરી દીધા અને ઈતિહાસ રચ્યો. મુલ્લાનપુરમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે 250+ નો જંગી સ્કોર બનાવ્યો, જે LSG સામે આવું કરનારી પ્રથમ ટીમ બની.
પંજાબ કિંગ્સ તરફથી પ્રિયાંશ આર્ય અને કૂપર કોનોલીએ શાનદાર ઈનિંગ રમી. તેમને બીજી વિકેટ માટે માત્ર 80 બોલમાં 182 રનની વિસ્ફોટક પાર્ટનરશીપ કરી. પ્રિયાંશે માત્ર 37 બોલમાં 93 રન બનાવ્યા, જ્યારે કોનોલીએ 46 બોલમાં 87 રન બનાવ્યા. તેમને મળીને 16 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા, જેનાથી LSG બોલરો સંપૂર્ણપણે લાચાર બની ગયા. પરંતુ બંને પોતપોતાની સદીથી ખૂબ જ દૂર રહ્યા.
IPL 2026નો સૌથી વધુ સ્કોર
અંતે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસે ઈનિંગને શાનદાર ફિનિશ આપી. તેને 16 બોલમાં 29 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાનો સામેલ થાય છે. તેને નેહલ વાઢેરા અને શશાંક સિંહનો પણ સારો સાથ મળ્યો. આમ પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 254 રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી.
આ સ્કોર ફક્ત LSG સામેનો સૌથી મોટો સ્કોર નથી, પરંતુ IPL 2026નો સૌથી મોટો સ્કોર પણ છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 250 રન બનાવ્યા હતા. 254/7નો આ સ્કોર હવે પંજાબ કિંગ્સના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બની ગયો છે. અગાઉનો રેકોર્ડ 2024માં KKR સામે 262/2નો હતો.
IPLમાં LSG સામે સૌથી વધુ સ્કોર
254/7 - પંજાબ કિંગ્સ, 2026
236/5 - પંજાબ કિંગ્સ, 2025
235/6 - કોલકાતા નાઈટ રાઈડર્સ, 2024
234/7 - કોલકાતા નાઈટ રાઈડર્સ, 2025
230/4 - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, 2025
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો