પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી હરાવ્યું. ક્વિન્ટન ડી કોકની ઐતિહાસિક 112 રનની સદી MI ને મદદ કરી શકી નહીં. વાનખેડે સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 196 રનનો સ્કોર બનાવ્યો.


પ્રભસિમરન સિંહ અને શ્રેયસ ઐયરે MI ના બોલિંગ આક્રમણને એટલી હદે તોડી પાડ્યું કે પંજાબ કિંગ્સે 21 બોલ વહેલામાં જ ટાર્ગેટનો પીછો કરી લીધો.

પ્રભસિમરન-ઐયરે ઈતિહાસ રચ્યો

પંજાબ કિંગ્સના ઓપનર પ્રભસિમરન સિંહ અને શ્રેયસ ઐયરે 139 રનની શાનદાર પાર્ટનરશીપ કરી. પરંતુ તેને પાર્ટનરશીપ નહીં પણ એક મહત્વપૂર્ણ વ્યક્તિગત રેકોર્ડ હાંસલ કર્યો. પ્રભસિમરન સિંહ 25 વર્ષની ઉંમર પહેલા પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર બેટ્સમેન બન્યો. પંજાબ માટે આ તેની 10મી ઈનિંગ હતી જેમાં તેને 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા. તેને ડેવિડ મિલરનો (09) રેકોર્ડનો તોડ્યો.

આ દરમિયાન શ્રેયસ ઐયરે તેના લાંબા અને શાનદાર IPL કરિયરમાં પહેલી વાર વાનખેડે સ્ટેડિયમમાં અડધી સદી ફટકારી. 2015 માં તેની શરૂઆતથી શ્રેયસે વાનખેડે સ્ટેડિયમમાં 9 ઈનિંગમાં બેટિંગ કરી હતી, પરંતુ ક્યારેય અડધી સદી ફટકારી ન હતી. હવે 11 વર્ષની રાહ જોયા પછી તેને આખરે પોતાનો અડધી સદીનો દુકાળ સમાપ્ત કર્યો છે. આ મેચમાં ઐયરે 35 બોલમાં 66 રન બનાવ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સની ચોથી હાર

પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 196 રન બનાવ્યા. ક્વિન્ટન ડી કોકે 112 રન બનાવ્યા, જ્યારે નમન ધીરે 50 રન બનાવ્યા. રોહિત શર્મા ઈજાને કારણે રમી શક્યો નહીં, અને અન્ય બેટ્સમેનો નિષ્ફળ ગયા. જ્યારે MI બોલિંગ કરવા આલી, ત્યારે અલ્લાહ ગઝનફર સિવાયના બધા બોલર્સે પાણીની જેમ રન આપ્યા.

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2026 ની શરૂઆત જીત સાથે કરી હતી. પરંતુ ત્યારથી તેઓ સતત 4 હારનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ પંજાબ કિંગ્સ એકમાત્ર ટીમ છે જે IPL 2026માં હજુ સુધી હારી નથી. પંજાબે તેમની 5 મેચમાંથી 4 જીતી છે, જેમાં 1 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પંજાબ હવે પોઈન્ટ ટેબલનો ટોપ પર છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: